Gujarat Plus
Breaking News
ખેડૂતગુજરાત

અરવલ્લી જિલ્લામા માવઠાનો કાળો કહેર”

ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાવાના કારણે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને ચિંતાનો માહોલ સર્જાયો છે. અરવલી જિલ્લામા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છિનવાય ગયો છે. ભર ઉનાળે પડેલા માવઠા એ ખેડૂતોની કમર ભાગી નાખી છે, અરવલ્લી જિલ્લામા જ્યારે ઘઉનો પાક લણની તૈયારીઓમાં હોય ત્યારે માવઠું પડવાથી ખેડૂતોની કમર ભાગી ગઈ છે. અરવલ્લી જીલ્લાના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડ્યો છે. માવઠાને લીધે ઘઉના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોએ તૈયાર કરેલ પાક પર પણ પાણી ફરી વળ્યું છે,ખાસ કરીને મેઘરજ પંથકમા ગઈ કાલે પડેલા માવઠાએ ખેડૂતોની કમર ભાગી નાખી છે. ભર ઉનાળે પળેલા માવઠાના લીધે ખેડૂતોના જીવ તાડવે ચોંટાડયા છે.

કમોસમી વરસાદથી પાકને નુકસાન –
અરવલ્લી જિલ્લામા મેઘરજ પંથકમાં પડેલા વરસાદે ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને વાવાઝોડાના લીધે ઘઉનો ઊભો પાક પળીને પલળી ગયો છે.જેને લઈ પાક નુકસાન સાથે ભાવમા ઘટાડો પણ આવી શકે છે. ખાસ કરીને વાસણા, સિસોદર, કંભોરડા, જેવા ગામોને પાકમા વ્યાપક નુકસાન થયું છે. રાજયમાં અલગ અલગ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે,

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદ: મિત્રની બહેનને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર વિજય બાવળવાની ધરપકડ, યુવતી 4 મહિનાની ગર્ભવતી

praxpatel

Godhraમાં ચોરોનો આતંક: ભાજપ યુવા મોરચાના મહામંત્રીની Mahindra Scorpio ઘરઆંગણેથી ચોરી

Maheriya Nirali

પ્રધાનમંત્રી મોદીના સૌરાષ્ટ્ર આગમન પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી તૈયારીઓની સમીક્ષા !

Maheriya Nirali