Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં ભારે વરસાદના લીધે GPSC અને TAT-HS પરીક્ષા મોકૂફ: જાણો નવી તારીખો

ગુજરાતમાં ભારે વરસાદના લીધે GPSC અને TAT-HS પરીક્ષા મોકૂફ: જાણો નવી તારીખો

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) અને રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા આગામી દિવસોમાં લેવાનાર પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. હવામાન વિભાગ (IMD) દ્વારા અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઉમેદવારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

TAT-HS પરીક્ષાની નવી તારીખ

રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા લેવાનાર શિક્ષક અભિરુચિ કસોટી (TAT-HS) મોકૂફ રખાઈ છે.

  • જૂની તારીખ: 2 ઓગસ્ટ 2026

  • નવી તારીખ: 8 ઓગસ્ટ 2026 (શનિવાર)

આ પરીક્ષા ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષા (Mains) માટે લેવાનાર હતી.

GPSC પરીક્ષાની નવી તારીખ

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાનાર પ્રાથમિક પરીક્ષા પણ પાછી ઠેલવવામાં આવી છે.

  • જૂની તારીખ: 1 ઓગસ્ટ 2026

  • નવી તારીખ: 9 ઓગસ્ટ 2026 (રવિવાર)

  • પરીક્ષાનો સમય: સવારે 11:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી

હોલ ટિકિટ (Hall Ticket) અંગે જરૂરી માહિતી

ઉમેદવારોએ હોલ ટિકિટ બાબતે નીચે મુજબની બાબતો ધ્યાને રાખવી:

  • ઉમેદવારોએ નવી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે નહીં.

  • અગાઉ ડાઉનલોડ કરેલી હોલ ટિકિટ જ માન્ય ગણાશે.

  • પરીક્ષા કેન્દ્ર અને સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

નોંધ: પરીક્ષા સંબંધિત વધુ માહિતી અને અપડેટ્સ માટે ઉમેદવારોએ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.sebexam.org ની મુલાકાત લેવી.

સંબંધિત પોસ્ટ્સ

કર્ણાટકમાં બિહાર મોડલ: ભાજપે જે નીતીશ સાથે કર્યું, શું કોંગ્રેસ તે સિદ્ધારમૈયા સાથે કરશે?

praxpatel

સોના-ચાંદી ના ભાવમાં મોટો કડાકો: સોનું ₹2,500 અને ચાંદી ₹10,500થી વધુ સસ્તી થઈ, જાણો લેટેસ્ટ રેટ

praxpatel

ખાનગી ડ્રાઇવિંગ લાયસન્સને કોમર્શિયલમાં કેવી રીતે રૂપાંતરિત કરવું? જાણો સરળ ઓનલાઈન પ્રક્રિયા, ફી અને જરૂરી દસ્તાવેજો

praxpatel