જો તમે તમારી કારને વધુ સુરક્ષિત અને સ્માર્ટ બનાવવા માંગો છો, તો રિલાયન્સ jio (Reliance Jio) તરફથી એક ગુડ ન્યૂઝ છે. કંપનીએ પોતાના લોકપ્રિય ગેજેટ JioMotive OBD Tracker ની કિંમતમાં ભારે ઘટાડો કર્યો છે.
આ ડિવાઇસ તમારી કારને ચોરી થતાં બચાવવાની સાથે-સાથે ગાડીમાં ઇન-કાર વાઇફાઇ (In-car Wi-Fi) ની સુવિધા પણ પૂરી પાડે છે.
કિંમતમાં ₹2,000 નો સીધો ઘટાડો
જિયોએ Jio Motive OBD Tracker ને ₹4,999 ની કિંમતે લોન્ચ કર્યું હતું.
-
નવી કિંમત: કંપનીએ કિંમતમાં ₹2,000 નો ઘટાડો કર્યો છે. હવે આ ગેજેટ માત્ર ₹2,999 માં ખરીદી શકાય છે.
-
ઉપયોગ: આ ડિવાઇસને કોઈપણ નવી કે જૂની કારમાં સરળતાથી લગાવી શકાય છે.
Jio Motive OBD Tracker ના મુખ્ય ફીચર્સ
આ નાનું ડિવાઇસ તમારી કાર માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે:
-
લાઈવ કાર ટ્રેકિંગ: તમે તમારા સ્માર્ટફોન પર કારનું લાઈવ લોકેશન જોઈ શકો છો.
-
ઓવર સ્પીડ અને પાર્કિંગ એલર્ટ: જો તમારી કાર નિર્ધારિત સ્પીડ કરતાં વધુ ઝડપે ચાલશે અથવા પાર્કિંગમાંથી હલશે, તો તરત જ મોબાઈલ પર એલર્ટ મળશે.
-
ઇન-કાર વાઇફાઇ: આ ગેજેટ વાઇફાઇ હોટસ્પોટ તરીકે કામ કરે છે. જેનાથી કારમાં રહેલા સ્માર્ટફોન અને ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમને વાઇફાઇ કનેક્ટિવિટી મળે છે.
-
કાર હેલ્થ મોનિટરિંગ: એન્જિન ટ્રાન્સમિશન, કૂલન્ટ ટેમ્પરેચર, બેટરી હેલ્થ અને ડ્રાઇવિંગ બિહેવિયર પણ ટ્રેક કરી શકાય છે.
કારમાં ઇન્સ્ટોલ કરવું છે સાવ સરળ
JioMotive ને કારમાં લગાવવું ખૂબ જ સરળ છે.
-
કારના ડેશબોર્ડ નીચે આપેલા OBD-II પોર્ટ (Socket) માં આ ડિવાઇસને માત્ર પ્લગ-ઈન (Plug-in) કરવાનું રહે છે.
-
આ માટે કોઈ વાયર કાપવાની કે મિકેનિક પાસે જવાની જરૂર પડતી નથી.
કઈ રીતે કામ કરશે આ ડિવાઇસ?
-
Jio SIM ની જરૂરિયાત: આ ડિવાઇસનો ઉપયોગ કરવા માટે સ્માર્ટફોનમાં પ્રાથમિક રીતે જિયોનું સિમ કાર્ડ હોવું જરૂરી છે. (અન્ય નેટવર્ક પર આ કામ કરશે નહીં).
-
JioThing App: યુઝર્સે પોતાના એન્ડ્રોઇડ કે આઇફોનમાં JioThing App ડાઉનલોડ કરવી પડશે.
-
QR કોડ સ્કેન: એપ ઓપન કરી ડિવાઇસ પર આપેલા QR કોડને સ્કેન કરીને સરળતાથી સેટઅપ પૂર્ણ કરી શકાય છે.
