આધુનિક હથિયારો: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાન પોતાની ચાલાકી બતાવી રહ્યું છે. એક તરફ તે પોતાની જાતને મધ્યસ્થી તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો બીજી તરફ ખાડી દેશોને આધુનિક હથિયારો વેચીને ‘ડબલ ગેમ’ રમી રહ્યું છે.
ઈરાક અને કુવૈતને ‘લાઈટનિંગ-2’ ડ્રોન વેચવાની તૈયારી
ગુપ્તચર વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન હાલમાં ઈરાક અને કુવૈતને ‘લાઈટનિંગ-2’ (Lightning-2) લોઈટરિંગ મ્યુનિશન વેચી રહ્યું છે.
-
પાકિસ્તાને તાજેતરમાં જ લાઈટનિંગ-2નું સફળ પરીક્ષણ પણ કર્યું છે.
-
આ એક અત્યાધુનિક ડ્રોન છે.
-
તે 300 કિલોગ્રામ વિસ્ફોટક સાથે 300 કિલોમીટર દૂર સ્થિત લક્ષ્ય પર સચોટ હુમલો કરી શકે છે.
-
આજના આધુનિક યુદ્ધમાં એર ડિફેન્સ સિસ્ટમ અને રડારને નિશાન બનાવવા માટે તે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે.
JF-17 ફાઈટર જેટ નિકાસ કરવાના સોદા પક્કા
સૂત્રોના માહિતી મુજબ પાકિસ્તાને અઝરબૈજાન, કતાર અને યમન સાથે JF-17 ફાઈટર જેટ નિકાસ કરવાના સોદા પણ ફાઈનલ કરી લીધા છે.
-
JF-17 ફાઈટર જેટ: આ જેટ ચીન સાથે મળીને વિકસાવવામાં આવ્યું છે. તે પાકિસ્તાની વાયુસેનાનો મુખ્ય આધાર છે.
-
JF-17 બ્લોક 4: રિપોર્ટ અનુસાર પાકિસ્તાને આ જેટના વધુ આધુનિક વર્ઝન ‘JF-17 બ્લોક 4’ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.
મધ્યસ્થીના દાવ પર ઉઠ્યા સવાલો
અમેરિકા અને ઈરાન યુદ્ધ અંગે પાકિસ્તાને અગાઉ પણ ઘણી વખત મધ્યસ્થી કરવાનો દાવો કર્યો હતો. જોકે, પાકિસ્તાનની ભૂમિકા શંકાના ઘેરામાં રહી છે.
તેહરાન (ઈરાન) અને વોશિંગ્ટન (અમેરિકા) બંને સાથે પાકિસ્તાનના વ્યૂહાત્મક સંબંધો રહ્યા છે. આ ઉપરાંત ચીન સાથે પણ તેની નિકટતા જાણીતી છે. હાલમાં ઇસ્લામાબાદ આ તણાવનો લાભ ઉઠાવીને ખાડી ક્ષેત્રમાં હથિયારોની નિકાસ વધારી રહ્યું છે. તેનાથી પ્રાદેશિક સંતુલન બગડી શકે છે.
