ઈંગ્લેન્ડના ક્લબ ક્રિકેટમાંથી એક અત્યંત ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. અહીં બોલ ટેમ્પરિંગ કે પીચ સાથે છેડછાડ નહીં, પરંતુ આંગળી ચટકાવીને (Finger Click) બેટ્સમેનને આઉટ કરાવવાનો આક્ષેપ થયો છે. સોશિયલ મીડિયા પર આ ઘટના વાયરલ થયા બાદ સંબંધિત ખેલાડીને ‘ક્લિકી પોન્ટિંગ’ (Clicky Ponting) નામ આપવામાં આવ્યું છે.
શું છે સમગ્ર ‘ક્લિકી પોન્ટિંગ’ વિવાદ?
આ ઘટના 25 જુલાઈના રોજ સોલ્ટબર્ન ક્રિકેટ ક્લબ અને નોર્ટન વચ્ચે રમાયેલી મેચ દરમિયાન બની હતી.
-
અનોખી ચાલ: જ્યારે બોલ બેટ્સમેનના બેટની નજીકથી પસાર થતો, ત્યારે સ્લિપ કે શોર્ટ લેગ પર ઊભેલો ફીલ્ડર પોતાની આંગળી ચટકાવતો હતો.
-
અમ્પાયરની ભૂલ: આંગળી ચટકાવવાના ‘ક્લિક’ અવાજથી એવો ભ્રમ ઊભો થતો કે બોલ બેટની ધાર (Edge) લઈને ગયો છે.
-
આઉટની અપીલ: અવાજ સંભળાતા જ જોરદાર અપીલ થતી અને અમ્પાયર બેટ્સમેનને કેચ આઉટ આપી દેતા હતા.
@Saltburncc First slip clicks his fingers to imitate an edge, bat nowhere near it and given out.
This is about the worst case of cheating I’ve ever seen in cricket.
Apparently, their keeper has a huge amount of catches this season.@talkSPORT @bbctms @SkyCricket @TailendersPod pic.twitter.com/iM7lZfKF5q— Ben Mummery (@ben_mummery) July 27, 2026
કોણ છે આ ‘ક્લિકી પોન્ટિંગ’?
બ્રિટિશ મીડિયાના અહેવાલો મુજબ, આ ખેલાડીનું નામ બ્રાયન ડિવાઈન (Brian Devine) છે. તેઓ વ્યવસાયે એક પશુ હરાજી કંપનીના ડાયરેક્ટર છે.
નેટીઝન્સે ઓસ્ટ્રેલિયાના મહાન કેપ્ટન રિકી પોન્ટિંગના નામ પરથી તેમને રમૂજમાં ‘ક્લિકી પોન્ટિંગ’ નામ આપ્યું છે.
Boro 2s skippa here, was 2 more incidents during this game, leading to a 15 and 16 year old being cheated out of an innings, along with this one. I was at the non strikers end at the time unknowingly watching them cheat in real time. We lost this game by 29 runs. Shocking. pic.twitter.com/BTTngKbjw3
— rory99 (@rorycotters9) July 27, 2026
સતત થઈ રહ્યો હતો આ પ્રકારનો કીમિયો?
સામેની ટીમના ખેલાડીઓના જણાવ્યા મુજબ આ કોઈ એક મેચની ઘટના નથી.
-
નોર્ટન ટીમના ખેલાડી નુમાન શબ્બીરે દાવો કર્યો કે લગભગ દરેક મેચમાં આ પ્રકારે આંગળી ચટકાવીને વિકેટો લેવામાં આવતી હતી.
-
મિડલ્સબ્રા ટીમના કેપ્ટને પણ આક્ષેપ કર્યો કે તેમની ટીમના બે યુવા બેટ્સમેનો આ ચાલનો શિકાર બન્યા હતા.
Saltburn CC And It's Players Were Cheating For More Than A Year pic.twitter.com/jrnKlr6UAc
— Aryan Goel 2.0 (@AryanGoelNew) July 28, 2026
વિકેટકીપરના આંકડા પર ઊઠ્યા સવાલ
આ વિવાદ બાદ સોલ્ટબર્નના વિકેટકીપર જોશ બોવ્સના રેકોર્ડ પણ શંકાના ઘેરામાં આવ્યા છે. તેણે છેલ્લા 8 મેચમાં 31 કેચ ઝડપ્યા છે, જ્યારે એક જ ઇનિંગ્સમાં 8 કેચ લેવાનો દાવો કરાયો છે.
અંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ 7 શિકાર કરવાનો રેકોર્ડ છે, ત્યારે ક્લબ ક્રિકેટના આ આંકડા પર સવાલો ઊભા થઈ રહ્યા છે.
લીગ દ્વારા તપાસ શરૂ
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ ‘નોર્થ યોર્કશાયર એન્ડ સાઉથ ડરહામ ક્રિકેટ લીગ’ દ્વારા આ મામલે સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે.
તપાસમાં એ સ્પષ્ટ કરવામાં આવશે કે આંગળી ચટકાવવાનો અવાજ જાનબુઝીને કરવામાં આવતો હતો કે માત્ર એક સંયોગ હતો.
