દેહરાદૂનના ડોઈવાલા વિસ્તારમાં સરકારી શિક્ષિકા સૃષ્ટિ કંડારીનું શંકાસ્પદ સંજોગોમાં ફાંસી લગાવી લેવાથી મોત નીપજ્યું છે. સૃષ્ટિના લગ્ન 29 નવેમ્બર 2025ના રોજ સચિવાલયના કર્મચારી સૌરભ રતૂડી સાથે ત્રિયુગીનારાયણ મંદિરમાં થયા હતા. 29 જુલાઈના રોજ સૃષ્ટિએ એક ભાવુક વીડિયો બનાવી પોતાની વિષમ પરિસ્થિતિઓ વર્ણવી હતી. જેમાં તેણે “સોરી મમ્મી હું આવી રીતે જઈ રહી છું” કહીને કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી.
અંધશ્રદ્ધા અને માનસિક ત્રાસનો આરોપ
મૃતકના પરિવારજનોનો આરોપ છે કે લગ્ન પછીથી જ તેને દહેજ, માનસિક પ્રતાડના અને અંધશ્રદ્ધાના કારણે ‘અશુભ’ કહીને હેરાન કરવામાં આવતી હતી.
-
સૃષ્ટિની માતા સીમા કંડારીના જણાવ્યા મુજબ, લગ્નના ત્રણ મહિના પછી સૃષ્ટિના સસરાને હાર્ટ એટેક આવ્યો અને ત્યારબાદ કેન્સર હોવાનું નિદાન થયું.
-
કોઈ તાંત્રિકની સલાહ પર સાસરિયાઓએ માની લીધું કે પુત્રવધૂના આવ્યા પછી જ આ અશુભ ઘટનાઓ બની રહી છે.
-
ઘટનાના ત્રણ દિવસ પહેલાં સસરાનું નિધન થતાં સૃષ્ટિ પર માનસિક દબાણ વધુ વધી ગયું હતું.
પતિ, સાસુ અને નણંદ સામે FIR
પરિવારજનોની ફરિયાદના આધારે ડોઈવાલા પોલીસે મૃતકના પતિ, સાસુ અને નણંદ સામે BNS ની કલમ 80(2) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સૃષ્ટિ મૂળ દેવપ્રયાગના રિગૌલી ગામની રહેવાસી હતી અને ગણિત વિષયમાં ટોપર રહી ચૂકી હતી.
હવે તપાસ CB-CID કરશે
દેવપ્રયાગના ધારાસભ્ય વિનોદ કંડારીએ આ મામલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે મુલાકાત કરીને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી.
મુખ્યમંત્રીએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગૃહ સચિવને આ કેસની તપાસ CB-CID ને સોંપવાના લેખિત નિર્દેશ જારી કર્યા છે. પોલીસ હાલ પPM રિપોર્ટ અને ફોરેન્સિક પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી કરી રહી છે.
