કેજરીવાલને ગુજરાત હાઇકોર્ટ તરફથી ઝટકો, ફગાવાઇ અરજી,હવે શુ છે વિકલ્પ !
પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાને હાઈકોર્ટ તરફથી મોટો ઝડટો મળ્યો છે. જેમાં આમ આદમી પાર્ટીના નેતાએ પોતાની ટ્રાલ અલગ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી.
વર્ષ 2023 માં વડાપ્રધાનની ડિગ્રી અંગેના નિવેદનને લઈ કેસ નોંધાયો હતો. જે મામલે ગુજરાત હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે પોતાની ટ્રાયલ સંજયસિંહથી અલગ કરવા અરજી કરી હતી. હવે બંને વિરૂદ્ધ એક જ કેસમાં સુનાવણી કરવામાં આવશે. સાંસદ સંજયસિંહે કરેલી અરજી પણ ફગાવી દેવાઈ છે.
અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીરન અરવિંદ કેજરીવાલ તેમજ સાંસદ સંજયસિંહની અરજીઓ નામંજૂર કરી હતી. જે બાદ તેઓએ અપીલ માટે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. જે બાદ કોર્ટે બંને પક્ષને સાંભળીને ચૂકાદો અનામત રાખ્યો હતો.અમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટે માનહાનિના કેસમાં કાર્યવાહી ચાલી રહી હોવાથી અરવિંદ કેજરીવાલે પોતાની ટ્રાયલ સંજયસિંહથી અલગ કરવા અરજી કરી હતી. તેમજ તેઓએ દાવો કર્યો હતો કે, તેમની પર કાવતરૂ કે ગુનાહિત ઈરાદાને આગળ વધારવાનો કોઈ આરોપ નથી. જેથી સંજયસિંહની ટ્રાયલ અલગથી કરવી જોઈએ.
ગુજરાત યુનિ. એ વર્ષ 2023 માં માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કોર્ટે કહ્યું હતું કે, બંને એક જ ઘટનાક્રમમાં સામેલ હતા. તેમણે માનહાનિકારક ભાષાનો ઉપયોગ કર્યો છે. તેમજ સબંધિત ઘટના દરમ્યાન વીડિયો પણ અપલોડ કર્યો છે. પ્રાથમિક દ્રષ્ટિે સીઆરપીસીની કલમ 223 ની ઉપકલમ (એ) ની જોગવાઈ હાલના કેસ પર લાગુ પડે છે. સંજયસિંહની અરજી નામંજૂર કરતા કોર્ટે જણાવ્યું હતું કે, જે આદેશ આરોપી તરફથી શરૂ કરવામાં આવ્યો હોય તેના હિતમાં પસાર થયો હોય તેને કોર્ટ રદ્દ કરી શકતી નથી.
હવે કેજરીવાલ અને સંજ્ય સિંહ પાસે સુપ્રિમકોર્ટ પાસે જવાનો રહે છે,
