Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

T20 વર્લ્ડ કપ 2028 માટે ICCનો મોટો નિર્ણય, બદલાયો આખો ફોર્મેટ

T20 વર્લ્ડ કપ 2028 માટે ICCનો મોટો નિર્ણય, બદલાયો આખો ફોર્મેટ

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ T20 વર્લ્ડ કપ 2028 ને લઈને એક મોટો નિર્ણય લીધો છે. હવે આગામી T20 વર્લ્ડ કપ પહેલા કરતાં વધુ રોમાંચક અને પડકારજનક બનશે. ICC એ ટૂર્નામેન્ટના ફોર્મેટમાં મોટો ફેરફાર કર્યો છે. હવે સેમીફાઇનલ પહેલા બે વધારાના એલિમિનેટર (Eliminator) મુકાબલા રમાશે. આ ફેરફાર બાદ અંતિમ ચારમાં જગ્યા બનાવવી વધુ મુશ્કેલ બનશે.

4 ના બદલે હવે 5 ગ્રુપ હશે

ICC એ એડિનબર્ગમાં મળેલી તેની વાર્ષિક બેઠક બાદ આ નવા ફોર્મેટની જાહેરાત કરી છે. વર્ષ 2028 નો T20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની સંયુક્ત યજમાનીમાં રમાશે.

  • આ ટૂર્નામેન્ટમાં પહેલાની જેમ જ 20 ટીમો ભાગ લેશે અને કુલ 55 મેચ રમાશે.

  • પ્રથમ સ્ટેજમાં હવે 4 ના બદલે 5 ગ્રુપ બનાવવામાં આવશે.

  • દરેક ગ્રુપમાં 4-4 ટીમો સામેલ હશે.

  • દરેક ગ્રુપમાંથી ટોપ-2 ટીમો આગળના રાઉન્ડમાં પ્રવેશ કરશે.

શું છે નવો સુપર-10 સ્ટેજ અને એલિમિનેટર નિયમ?

પ્રથમ રાઉન્ડમાંથી ક્વોલિફાય થયેલી 10 ટીમો હવે ‘સુપર 10’ સ્ટેજમાં રમશે. અહીં ટીમોને 5-5 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે.

નૉકઆઉટ સ્ટેજનો નવો નિયમ:

  1. સુપર 10 ના બંને ગ્રુપની ટોપ-1 ટીમ સીધી સેમીફાઇનલમાં પહોંચશે.

  2. ગ્રુપમાં બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો વચ્ચે ક્રોસઓવર એલિમિનેટર મેચ રમાશે.

  3. આ બે એલિમિનેટર મેચોની વિજેતા ટીમો સેમીફાઇનલની બાકીની બે જગ્યાઓ નક્કી કરશે.

ICC ના જણાવ્યા અનુસાર, ભારત અને શ્રીલંકામાં રમાયેલા 2026 T20 વર્લ્ડ કપમાં નાની ટીમોના શાનદાર પ્રદર્શનને જોઈને આ નિર્ણય લેવાયો છે. આનાથી ઉભરતી ટીમોને આગળ વધવાની વધુ તક મળશે.

12 ટીમોએ ટિકિટ કન્ફર્મ કરી લીધી છે

2028 ના વર્લ્ડ કપ માટે અત્યાર સુધીમાં 12 ટીમો ક્વોલિફાય થઈ ચૂકી છે. યજમાન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડને સીધી એન્ટ્રી મળી છે. આ સિવાય ભારત, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વેએ 2026 ના પ્રદર્શનના આધારે ક્વોલિફાય કર્યું છે. અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને આયર્લેન્ડે રેન્કિંગના આધારે જગ્યા બનાવી છે. બાકીની 8 ટીમોનો નિર્ણય ગ્લોબલ ક્વોલિફાયર મેચો દ્વારા થશે.

સંબંધિત પોસ્ટ્સ

IPL 2026: KKRને લાગ્યો જોરદાર ઝટકો, હર્ષિત રાણા બાદ હવે આ સ્ટાર ફાસ્ટ બોલર પણ બહાર

praxpatel

કેમરૂન ગ્રીને બોલિંગ કેમ ન કરી? ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ KKR પર ફોડ્યો બોમ્બ, જાણો વિવાદનું અસલી કારણ

praxpatel

CSK માં આકાશ મધવાલની એન્ટ્રી: ઈજાગ્રસ્ત આયુષ મ્હાત્રેની જગ્યા લેશે આ સ્પીડસ્ટર

praxpatel