Gujarat Plus
Breaking News
એન્ટરટેનમેન્ટ

સલમાન ખાન સાથે પંગો લેનાર આ બોલ્ડ હસીનાની ‘ધ અલાયન્સ’ શોમાં થશે એન્ટ્રી

સલમાન ખાન સાથે પંગો લેનાર આ બોલ્ડ હસીનાની 'ધ અલાયન્સ' શોમાં થશે એન્ટ્રી

પ્રાઇમ વિડિયોનો રિયાલિટી શો ‘ધ અલાયન્સ’ (The Alliance) હાલમાં દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ શોમાં અલી ગોની અને સીમા સજદેહ જેવા સ્ટાર્સ બાદ હવે વધુ એક પોપ્યુલર હસીનાની એન્ટ્રી થવા જઈ રહી છે. આ હસીના રિયાલિટી શોનો જાણીતો ચહેરો છે. તે બિગ બોસના ઘરમાં સલમાન ખાન સાથે પણ બોલાચાલી કરીને ચર્ચામાં આવી ચૂકી છે.

સ્પિલ્ટિસવિલા 15થી મળી હતી ઓળખ

આ બોલ્ડ હસીનાનું નામ કશિશ કપૂર (Kashish Kapoor) છે. કશિશ કપૂર સૌથી પહેલા ડેટિંગ રિયાલિટી શો ‘સ્પિલ્ટિસવિલા 15’ માં જોવા મળી હતી. ત્યારબાદ તેણે ‘બિગ બોસ 18’ માં વાઈલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી લીધી હતી. કશિશ તેની બોલ્ડ પર્સનાલિટી અને બિન્દાસ અંદાજ માટે જાણીતી છે. તે કોઈની પણ સામે પોતાની વાત રાખતા ડરતી નથી.

બિગ બોસમાં સલમાન ખાન સાથે થયો હતો મોટો વિવાદ

બિગ બોસના ઘરની અંદર કશિશ કપૂરે ઘણો હોબાળો મચાવ્યો હતો. એક એપિસોડ દરમિયાન કશિશે તેના કો-કન્ટેસ્ટન્ટ અવિનાશ પર ફ્લર્ટિંગના ગંભીર આરોપો લગાવ્યા હતા.

  • જ્યારે હોસ્ટ સલમાન ખાને વીકેન્ડ કા વાર પર આ મુદ્દે સવાલો પૂછ્યા, ત્યારે કશિશ પોતાની વાત પર અડી રહી હતી.

  • તેણે સલમાન ખાન સાથે પણ દલીલો કરી હતી અને પંગો લીધો હતો.

  • આ વાતથી નારાજ થઈને સલમાન ખાને તે એપિસોડમાં કશિશ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.

  • જો કે, પછીના એપિસોડમાં કશિશે સલમાન ખાનની માફી માંગી લીધી હતી અને મામલો થાળે પડ્યો હતો.

વેકેશન પૂરું કરીને સીધી શોમાં એન્ટ્રી કરશે

અહેવાલો અનુસાર, કશિશ કપૂર હાલમાં યુરોપમાં વેકેશન માણી રહી છે. મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થતાં જ તે કોઈ બ્રેક લીધા વિના સીધી ‘ધ અલાયન્સ’ ના સેટ પર પહોંચશે. શોના મેકર્સ અને પ્રોડક્શન ટીમ પણ કશિશની એન્ટ્રીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. મેકર્સનું માનવું છે કે કશિશની એન્ટ્રીથી શોમાં એક નવી એનર્જી અને ડ્રામા જોવા મળશે.

સંબંધિત પોસ્ટ્સ

૧૦૦ કરોડનું નુકસાન, વિલને લીધી માત્ર ૧૧ રૂપિયા ફી! ડિરેક્ટરની સૌથી મોંઘી ફિલ્મ બોક્સ ઓફિસ પર સાબિત થઈ ડિઝાસ્ટર

praxpatel

‘શો માટે ઇમોશન્સ સાથે રમત’: આકાંક્ષા ચમોલાના છૂટાછેડાના દાવા પર ભડક્યા ફેન્સ, ગૌરવ ખન્ના પણ થયા ટ્રોલ

praxpatel

બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીને થયો સ્વાઈન ફ્લૂ, H1N1 ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ આઈસોલેશનમાં

praxpatel