Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

ઓસ્ટ્રેલિયાની U-19 ટીમમાં ભારતીય મૂળના નીલ પટેલની પસંદગી: 16 વર્ષની વયે ઇતિહાસ રચી ભારત સામે રમશે મેચ

ઓસ્ટ્રેલિયાની U-19 ટીમમાં ભારતીય મૂળના નીલ પટેલની પસંદગી: 16 વર્ષની વયે ઇતિહાસ રચી ભારત સામે રમશે મેચ

ભારત પ્રવાસ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાની અંડર-19 (U-19) ટીમની જાહેરાત કરી દીધી છે. 16 સભ્યોની આ યુવા ટીમમાં ભારતીય મૂળના ખેલાડી નીલ પટેલ (Neil Patel) ને પણ તક આપવામાં આવી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો આ અંડર-19 પ્રવાસ 13 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં બંને ટીમો વચ્ચે વ્હાઇટ બોલ (સીમિત ઓવર) અને રેડ બોલ (ટેસ્ટ) બંને ફોર્મેટમાં મેચો રમાશે.

ભારતમાં ક્રિકેટ ક્ષેત્રે ભારે સ્પર્ધા હોવાને કારણે અવારનવાર ભારતીય મૂળના ખેલાડીઓ અન્ય દેશોની રાષ્ટ્રીય ટીમોમાં સ્થાન મેળવતા જોવા મળે છે. નીલ પટેલની પસંદગી થતાં જ ફેન્સમાં તેના વિશે જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે.

કોણ છે નીલ પટેલ?

નીલ પટેલ હાલમાં ન્યૂ સાઉથ વેલ્સ માટે ઓપનિંગ બેટ્સમેન તરીકે રમે છે. જૂનિયર લેવલ પર જ તેણે પોતાના શાનદાર પ્રદર્શનથી દિગ્ગજોનું ધ્યાન ખેંચ્યું છે. યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ ક્રિકેટ ક્લબ તરફથી રમતા નીલ પટેલે માત્ર 16 વર્ષની ઉંમરે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે સિડની પ્રીમિયર ક્રિકેટ ફર્સ્ટ ગ્રેડમાં એક જ કેલેન્ડર વર્ષમાં 1,000 થી વધુ રન બનાવ્યા હતા અને આવો કરિશ્મા કરનાર તે સૌથી યુવા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે.

ફર્સ્ટ-ગ્રેડ ક્રિકેટમાં ફટકારી શાનદાર સદી

તાજેતરમાં જ નીલ પટેલે ફર્સ્ટ-ગ્રેડ ક્રિકેટમાં પોતાની પ્રથમ શાનદાર સદી પણ ફટકારી છે. ક્રિઝ પર લાંબો સમય ટકી રહેવું અને નવા બોલનો મક્કમતાથી સામનો કરવો એ તેની સૌથી મોટી તાકાત છે. બેટિંગની સાથે-સાથે તે પોતાની બોલિંગથી પણ ટીમમાં મહત્વનું યોગદાન આપે છે. તેના આ શાનદાર પ્રદર્શનને કારણે જ તેને એડિલેડમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અંડર-19 ટેલેન્ટ કેમ્પ માટે પસંદ કરવામાં આવ્યો હતો.

ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની U-19 ટીમ

કેસી બાર્ટન, હેડન બારબુલોવિક, એલી બ્રેન, વિલ બાયરમ, બ્લેક કેટલ, જેક ઝોસ્નેક, સ્પેન્સર ગ્રીન, કોનર ગ્રેગરી, ચાર્લી હેન્ડરસન, ઝેડ હોલિક, મેથ્યુ લોફ, નીલ પટેલ, જેકોબ પિટ્ઝ, પેટ્રિક સુલિવન, થીઓ ત્સિંગોસ, થૉમસ વાસિઓ.


સંબંધિત પોસ્ટ્સ

ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ પહેલા બાંગ્લાદેશ ને મોટો ફટકો: શૉન ટેટે ફાસ્ટ બોલિંગ કોચ પદેથી આપ્યું રાજીનામું

praxpatel

પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા વૈભવ સૂર્યવંશી: કોચ વીવીએસ લક્ષ્મણે બતાવી સૌથી મોટી ખામી

praxpatel

મુંબઈના ‘વિવિયન રિચાર્ડ્સ’ અનિલ ગુરવનો કરુણ અંત, સચિન પણ જેમનાથી પ્રભાવિત હતા

praxpatel