Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીય

સુપર હ્યુમન AI આવવામાં બસ 3-4 વર્ષ બાકી, ગૂગલના એઆઈ ચીફે આપી ગંભીર ચેતવણી

સુપર હ્યુમન AI આવવામાં બસ 3-4 વર્ષ બાકી, ગૂગલના એઆઈ ચીફે આપી ગંભીર ચેતવણી

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એક તરફ દુનિયાને આશ્ચર્યચકિત કરી રહી છે, તો બીજી તરફ તેનો ઝડપી વિકાસ ડર પણ પેદા કરી રહ્યો છે. હવે ગૂગલના એઆઈ સેક્ટરના વડા (Google AI Chief) ડેમિસ હસાબિસે એક મોટી ચેતવણી આપી છે.

નોબેલ પુરસ્કાર વિજેતા ડેમિસ હસાબિસનું કહેવું છે કે, ‘સુપર હ્યુમન એઆઈ’ એટલે કે એજીઆઈ (Artificial General Intelligence) સામે આવવામાં હવે બસ થોડો જ સમય બાકી છે. જો સમયસર આને નિયંત્રિત કરવા માટે વૈશ્વિક નિયમો નહીં બનાવાય, તો તે માનવતા માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.

એઆઈ હવે પોતાની જાતે વધુ સ્માર્ટ બની રહ્યું છે

ડેમિસ હસાબિસે તેમના પર્સનલ બ્લોગમાં એઆઈ સાથે જોડાયેલી ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું:

  • હાલમાં દુનિયા એઆઈથી ઊભા થનારા સંભવિત જોખમો પર પૂરતું ધ્યાન આપી રહી નથી.

  • બીજી તરફ, મોટી ટેક કંપનીઓ સતત વધુ શક્તિશાળી એઆઈ મોડલ બનાવી રહી છે.

  • હવે પરિસ્થિતિ એવી છે કે એઆઈ પોતે જ પોતાનાથી વધુ સારા અને એડવાન્સ એઆઈનું નિર્માણ કરી રહ્યું છે.

  • ટૂંક સમયમાં જ એક એવું સુપર હ્યુમન એઆઈ સામે હશે, જેને કાબૂમાં રાખવું એઆઈ નિષ્ણાતો માટે પણ અશક્ય બની જશે.

ન્યૂક્લિયર અને બાયો રિસ્ક વધવાની આશંકા

હસાબિસે લખ્યું છે કે, જેમ જેમ આપણે એજીઆઈ (AGI) ની નજીક પહોંચી રહ્યા છીએ, તેમ તેમ જોખમો પણ વધી રહ્યા છે. આ માટે તાત્કાલિક વૈશ્વિક સ્તરે પગલાં લેવાની જરૂર છે.

અત્યાધુનિક એઆઈ મોડલ્સ માત્ર સાયબર પડકારો જ નથી ઉભા કરી રહ્યા, પરંતુ તેના કારણે ભવિષ્યમાં પરમાણુ (Nuclear) અને બાયોલોજિકલ (Bio) જોખમો વધવાની પણ પૂરેપૂરી આશંકા છે. એઆઈને દરરોજ પોતાની જાતને બહેતર બનાવવા માટે હવે માનવ નિષ્ણાતોની પણ જરૂર પડતી નથી. આ બાબત જેટલી રોમાંચક છે, તેટલી જ ડરામણી પણ છે.

વૈશ્વિક દેખરેખ સંસ્થાની માંગ

ડેમિસ હસાબિસ આ પ્રકારની ચેતવણી આપનારા પ્રથમ વ્યક્તિ નથી. આ અગાઉ એઆઈના જનક ગણાતા જોન મેકકાર્થી અને હાલના સૌથી એડવાન્સ એઆઈ મોડલ ‘ક્લોડ એઆઈ’ (Claude AI) ના સીઈઓ ડારિયો અમોદેઈ પણ આવા જ જોખમો વિશે વાત કરી ચૂક્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે, વૈશ્વિક સ્તરે એક એવી મજબૂત સંસ્થા બનાવવી જરૂરી છે જે એઆઈના વિકાસ પર નજર રાખી શકે અને તેને માનવતાના હિતમાં નિયંત્રિત કરી શકે.

સંબંધિત પોસ્ટ્સ

ફ્રાન્સમાં વિમાન દુર્ઘટના: સ્કાઈડાઈવર્સને લઈ જતું પ્લેન ક્રેશ, ૧૧ લોકોના કમકમાટીભર્યા મોત

praxpatel

બુશેહર પરમાણુ પ્લાન્ટ પર હુમલો: રેડિયેશન ફેલાશે તો આરબ દેશો પણ થશે બરબાદ, ઈરાનની UNને ફરિયાદ

praxpatel

દુનિયાના નંબર 1 નેતા બન્યા PM મોદી!

aminparmar