Gujarat Plus
Breaking News
તાજા સમાચારબિઝનેસ

ચીનની આર્થિક સત્તા જોખમમાં? GDP ગ્રોથ સાડા 3 વર્ષની સૌથી નીચલી સપાટીએ

ચીનની આર્થિક સત્તા જોખમમાં? GDP ગ્રોથ સાડા 3 વર્ષની સૌથી નીચલી સપાટીએ

વૈશ્વિક બજારમાં ડ્રેગન તરીકે ઓળખાતા ચીનની આર્થિક સ્થિતિ હાલ ચિંતાજનક દેખાઈ રહી છે. ચાલુ વર્ષના બીજા ક્વાર્ટરમાં (એપ્રિલ-જૂન) ચીનનો આર્થિક વિકાસ દર (GDP Growth) ભારે ઘટાડા સાથે 4.3% પર પહોંચી ગયો છે. આ આંકડો છેલ્લા સાડા ત્રણ વર્ષમાં સૌથી નીચો છે. અગાઉ પ્રથમ ક્વાર્ટરમાં ચીનનો ગ્રોથ રેટ 5.0% હતો. ચીન સરકારે આખા વર્ષ માટે 4.5% થી 5.0% નો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ વર્તમાન આંકડો આ લક્ષ્યથી પણ નીચે છે.

આંતરિક બજારમાં ભારે મંદીનો માહોલ

ચીનનું અર્થતંત્ર હાલમાં સ્થાનિક માંગને બદલે સંપૂર્ણપણે વૈશ્વિક બજાર પર નિર્ભર દેખાઈ રહ્યું છે. જૂન મહિનાના સરકારી આંકડા આ મુજબ છે:

  • ચીનમાં રિટેલ વેચાણમાં માત્ર 1.0% નો નજીવો વધારો થયો છે.

  • તેની સામે ઔદ્યોગિક ઉત્પાદન (Industrial Output) 5.3% વધ્યું છે.

  • સ્થાનિક વપરાશ (Domestic Consumption) ઘટવાને કારણે માર્કેટમાં અસંતુલન ઊભું થયું છે.

  • રિયલ એસ્ટેટ કટોકટીના કારણે છેલ્લા છ મહિનાથી હજારો મકાનો અને દુકાનો ખાલી પડી છે.

રોજગારી અને રોકાણમાં મોટો ઘટાડો

ચીનની ફેક્ટરીઓમાં ગેરવાજબી વધુ પડતા ઉત્પાદન (ઓવરકેપેસિટી) ના કારણે કિંમતોની સ્પર્ધા વધી છે. આ કારણે કંપનીઓ કર્મચારીઓની મોટાપાયે છટણી કરી રહી છે.

  • જાન્યુઆરીથી જૂન દરમિયાન પ્રોપર્ટી સેક્ટરમાં રોકાણ વાર્ષિક ધોરણે 18% ઘટ્યું છે.

  • ચીનનું ફિક્સ્ડ-એસેટ ઇન્વેસ્ટમેન્ટ પણ વાર્ષિક ધોરણે 5.7% ઘટ્યું છે.

  • સરકારી ક્ષેત્રના રોકાણમાં પણ 2.3% નો ઘટાડો નોંધાયો છે, જેના કારણે રોજગારી પર માઠી અસર થઈ છે.

નિકાસ પર વધતી નિર્ભરતા અને વૈશ્વિક જોખમો

સ્થાનિક બજાર ભાંગી પડતા હવે ચીનના આર્થિક વિકાસનો સંપૂર્ણ આધાર નિકાસ (Export) પર આવી ગયો છે. ગ્લોબલ AI ક્રાંતિના કારણે ચીનની નિકાસમાં 27% નો જોરદાર ઉછાળો આવ્યો છે.

જો કે, આ તેજી લાંબો સમય નહીં ટકે તેવા સંકેતો છે. અમેરિકા આગામી સમયમાં ચીનથી આવતા સામાન પર 12.5% ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યું છે. આ ઉપરાંત, યુરોપિયન યુનિયન (EU) પણ ચીનની આયાત પર કડક નિયંત્રણો મૂકવાની યોજના બનાવી રહ્યું છે. બીજી તરફ, અમેરિકા અને ઈરાન વચ્ચેનો વધતો સંઘર્ષ પણ વૈશ્વિક અર્થતંત્ર માટે નવી અનિશ્ચિતતા ઊભી કરી રહ્યો છે.

સંબંધિત પોસ્ટ્સ

Dhurandhar 2: રણવીર સિંહની ફિલ્મની રિલીઝ પહેલા જ મોટો ઝટકો, છેલ્લા 2 કલાકમાં અનેક શો રદ, જાણો શું છે કારણ?

praxpatel

રેલવેનો મોટો નિર્ણય! ટિકિટ ચેકિંગ હવે કેમેરામાં કેદ થશે, TTEs નવા અવતારમાં જોવા મળશે

praxpatel

કર્ણાટકમાં સત્તાપલટો: ડીકે શિવકુમાર બનશે નવા મુખ્યમંત્રી, 3 જૂને લેશે સપથ!

praxpatel