‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખક રોબર્ટ કિયોસાકીએ અમેરિકાના વધતા દેવા સામે લાલબત્તી ધરતાં રોકાણકારોને રોકડ નાણાંને બદલે સોના અને ચાંદીમાં રોકાણ કરવા ભારપૂર્વક જણાવ્યું છે. ‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખક રોબર્ટ કિયોસાકીએ અમેરિકાના વધતા દેવા સામે લાલબત્તી ધરતાં રોકાણકારોને રોકડ નાણાંને બદલે સોના અને ચાંદીમાં રોકાણ કરવા ભારપૂર્વક જણાવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં તેમણે ચેતવણી આપી છે કે ટૂંક સમયમાં અમેરિકાનું રાષ્ટ્રીય દેવું $40 ટ્રિલિયન સુધી પહોંચી જશે. આ સંકટ સામે ચેતવતાં તેમણે રોકાણકારોને પૂછ્યું છે કે તેઓ આનાથી બચવા માટે શું પગલાં લઈ રહ્યા છે.
કિયોસાકીના જણાવ્યા મુજબ, ફુગાવા અને આર્થિક કટોકટીના સમયમાં રોકડ (Cash) બચાવનારા લોકો જ સૌથી મોટું નુકસાન ભોગવે છે.
સોના અને ચાંદી માટે મોટા ટાર્ગેટ્સ:
-
સોનું અને ચાંદી ભાવ પ્રોજેક્શન: પોતાના સાથી જિમ રિકાર્ડ્સના વિશ્લેષણને ટાંકતા તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી $200 પ્રતિ ઔંસ અને સોનું $10,000 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે.
-
ચાંદી શ્રેષ્ઠ રોકાણ: કિયોસાકીએ ખાસ ઉલ્લેખ કર્યો કે ઓગસ્ટ 2026ના સમયગાળામાં સોના કરતાં પણ ચાંદી રોકાણનો સૌથી શ્રેષ્ઠ અને સસ્તો વિકલ્પ છે, જે સામાન્ય વ્યક્તિને પણ આર્થિક સુરક્ષા આપી શકે છે.
-
એક્શન લેવાની સલાહ: તેમણે લોકોને માત્ર વિચારવા કરતાં નક્કર રોકાણ પગલાં લેવાની સલાહ આપતાં રોકડ સંપત્તિમાંથી નીકળી કિંમતી ધાતુઓમાં સુરક્ષિત રહેવા જણાવ્યું છે.
