ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને તેમની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે, જેમાં દિલ્હી બાદ ઉત્તર પ્રદેશને સૌથી વધુ પ્રતિનિધિત્વ સોંપાયું છે. આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી આ ટીમમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 8 રાષ્ટ્રીય મહાસચિવ અને 16 રાષ્ટ્રીય સચિવોને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. ટીમમાં વસુંધરા રાજે, સ્મૃતિ ઈરાની, રામ માધવ અને વિનોદ તાવડે સહિતના દિગ્ગજ નેતાઓ સામેલ છે.
નવી ટીમમાં દિલ્હીમાંથી 10 અને ઉત્તર પ્રદેશમાંથી 8 નેતાઓને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાંથી 6, જ્યારે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી 4-4 નેતાઓની પસંદગી કરવામાં આવી છે.
રાજ્યવાર ફાળવાયેલી મહત્વની જવાબદારીઓ:
ગુજરાત (4 નેતાઓ):
-
વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશી – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
-
જગદીશ ઈશ્વરભાઈ પટેલ – રાષ્ટ્રીય સચિવ
-
રોહન ગુપ્તા – રાષ્ટ્રીય સચિવ
-
ડૉ. હેમાંગ જોશી – ભાજપ યુવા મોરચા (BJYM) રાષ્ટ્રીય અધ્યક્ષ
દિલ્હી (10 નેતાઓ):
-
રામ માધવ – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
-
બી.એલ. સંતોષ – રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન)
-
સુનીલ બંસલ – રાષ્ટ્રીય મહામંત્રી
-
ડૉ. સંદીપ પાઠક, ડૉ. સ્વદેશ સિંહ, જય પ્રકાશ – રાષ્ટ્રીય મંત્રી
-
રાજીવ બબ્બર – નોર્થ ઇસ્ટ સહ-સંયોજક
-
પ્રદીપ ભંડારી, સિદ્ધાર્થ યાદવ – મીડિયા સહ-સંયોજક
-
શિવાનંદ દ્વિવેદી – સોશિયલ મીડિયા સહ-સંયોજક
ઉત્તર પ્રદેશ (8 નેતાઓ):
-
રેખા વર્મા, પ્રો. તારિક મન્સૂર – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
-
સ્મૃતિ ઈરાની, હરીશ દ્વિવેદી – રાષ્ટ્રીય મહાસચિવ
-
ડૉ. ભોલા સિંહ, સંગીતા યાદવ – રાષ્ટ્રીય સચિવ
-
અમરપાલ મૌર્ય – ભાજપ ઓબીસી મોરચા અધ્યક્ષ
-
કુંવર બાસિત અલી – ભાજપ અલ્પસંખ્યક મોરચા અધ્યક્ષ
મધ્ય પ્રદેશ (6 નેતાઓ):
-
લાલ સિંહ આર્ય – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
-
ગજેન્દ્ર પટેલ – રાષ્ટ્રીય મહાસચિવ
-
કવિતા પાટીદાર – રાષ્ટ્રીય સચિવ
-
વિષ્ણુ દત્ત શર્મા – ઓલ સેલ્સ કોઓર્ડિનેટર
-
બંસીલાલ ગુર્જર – કિસાન મોરચા અધ્યક્ષ
-
આશિષ ઉષા અગ્રવાલ – મીડિયા કો-કન્વીનર
મહારાષ્ટ્ર અને રાજસ્થાન:
-
મહારાષ્ટ્ર (4): ડૉ. ભારતી પ્રવીણ પવાર (ઉપાધ્યક્ષ), વિનોદ તાવડે (મહાસચિવ), પીયૂષ ગોયલ (ખજાનચી), પ્રીતિ ગાંધી (સોશિયલ મીડિયા કો-કન્વીનર).
-
રાજસ્થાન (4): વસુંધરા રાજે સિંધિયા (ઉપાધ્યક્ષ), સતીશ પૂનિયા (મહાસચિવ), રાજેશ મંગલ (સંયુક્ત ખજાનચી), ડૉ. મન્નાલાલ રાવત (ST મોરચા અધ્યક્ષ).
અન્ય રાજ્યો અને દક્ષિણ ભારત:
-
ઉત્તરાખંડ (4): તીરથ સિંહ રાવત (ઉપાધ્યક્ષ), મહેન્દ્ર પાંડે, અનિલ બલૂની, આલોક ભટ્ટ.
-
બિહાર (3): સિદ્ધાર્થ શંભુ, ઋતુરાજ સિન્હા, શિવેશ કુમાર રામ.
-
પંજાબ (2), હરિયાણા (2), પશ્ચિમ બંગાળ (2), ઓડિશા (2), ઝારખંડ (1).
-
પૂર્વોત્તર: ત્રિપુરાના બિપ્લબ કુમાર દેબ (મહાસચિવ), નાગાલેન્ડના ફાંગનોન કોન્યાક (સચિવ) અને આસામના મૃગાંકા દેવ બર્મન (સચિવ).
-
દક્ષિણ ભારત: આંધ્રપ્રદેશમાંથી ડી. પુરંદેશ્વરી (ઉપાધ્યક્ષ), કર્ણાટકમાંથી પ્રો. એમ. નાગરાજા (ઉપાધ્યક્ષ), કેરળમાંથી કે. સુરેન્દ્રન તથા અનિલ એન્ટની (બંને સચિવ) અને તમિલનાડુમાંથી ડૉ. એમ. વેંકટેશન (સચિવ)નો સમાવેશ થાય છે.
