Gujarat Plus
Breaking News
ક્રાઇમ

પત્નીએ ઘરમાં જ બનાવી કબર, બેભાન પતિને જીવતો દાટી દેવાની હતી તૈયારી; કડિયાઓને શંકા જતાં પહોંચી પોલીસ

પત્નીએ ઘરમાં જ બનાવી કબર, બેભાન પતિને જીવતો દાટી દેવાની હતી તૈયારી; કડિયાઓને શંકા જતાં પહોંચી પોલીસ

મહારાષ્ટ્રના બારામતીમાં એક મહિલાએ ઘરની અંદર ઈંટ અને સિમેન્ટથી બનેલા એક ચેમ્બરમાં પોતાના પતિને જીવતો દાટી દેવાનો ભયાનક પ્રયાસ કર્યો હતો. જોકે, ઘરમાં કબર (ચેમ્બર) બનાવનારા કડિયા (મજૂરો)ની સૂઝબૂઝ અને સતર્કતાના કારણે આ શખ્સનો જીવ બચી ગયો હતો.

મહારાષ્ટ્રના બારામતીમાં પ્રવીણ અને શર્મિલાના જીવનની શરૂઆત સાત ફેરા સાથે થઈ હતી, પરંતુ આ કહાનીનો અંત આટલો ખૌફનાક હશે તેવું કોઈએ વિચાર્યું નહોતું. શર્મિલાએ પોતાના પતિને જીવતો દાટી દેવા માટે ઘરની અંદર જ તેની કબર બનાવી દીધી હતી. પરંતુ તે ચેમ્બર બનાવનારા મજૂરોને શંકા જતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. પોલીસે આરોપી પત્નીને હિરાસતમાં લઈ લીધી છે.

શું છે સમગ્ર મામલો?

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, પ્રવીણ જગતાપની પત્ની શર્મિલા જગતાપે તેના પતિને પહેલાં નશાની દવા આપીને બેભાન કર્યો હતો. ત્યારબાદ ક્રિકેટ બેટ વડે તેના પર હુમલો કર્યો અને પછી ઘરની અંદર ઈંટ-સિમેન્ટથી બનેલા એક ચોરસ ચેમ્બરમાં તેને જીવતો દાટી દેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સમયસર ઘરમાં ચેમ્બર તૈયાર કરી રહેલા મજૂરોને શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી દીધી હતી, જેના કારણે પતિનો જીવ બચી ગયો હતો.

પ્રાઇવેટ કંપનીમાં મેનેજર છે પ્રવીણ જગતાપ

આ ઘટના બારામતી શહેરના જામદાર રોડ સ્થિત ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના એક ફ્લેટમાં 30 જુલાઈની રાતથી 1 ઓગસ્ટની સવાર વચ્ચે બની હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, 41 વર્ષીય પ્રવીણ પ્રકાશ જગતાપ એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે. આ કેસમાં તેમની 38 વર્ષીય પત્ની શર્મિલા પ્રવીણ જગતાપની ધરપકડ કરવામાં આવી છે.

અડધા બનેલા ચેમ્બરમાં પૂરી દેવાનો પ્રયાસ

પ્રાથમિક તપાસ મુજબ, પારિવારિક વિવાદ બાદ શર્મિલાએ પતિને નશાની ગોળીઓ આપી દીધી હતી. તે અર્ધ-બેભાન અવસ્થામાં હતો ત્યારે તેના પર ક્રિકેટ બેટથી હુમલો કરાયો હતો. પતિને કાયમ માટે રસ્તામાંથી હટાવી દેવાના ઈરાદાથી ઘરના હોલ સાથે જોડાયેલી ગેલેરીમાં ઈંટ અને સિમેન્ટથી એક ચોરસ ચેમ્બર બનાવવામાં આવ્યું હતું.

આરોપ છે કે પ્રવીણને આ અડધા બનેલા ચેમ્બરમાં નાખીને ઉપરથી કડપ્પા પથ્થરની સ્લેબ મૂકી બંધ કરી દેવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, ઘરમાં ચેમ્બર બનાવી રહેલા મજૂરોને અગાઉથી જ કંઈક અણબનાવ હોવાની શંકા ગઈ હતી, તેથી તેમણે તુરંત પોલીસ હેલ્પલાઇન પર ફોન કરીને જાણ કરી દીધી હતી, જેનાથી આરોપી મહિલા શર્મિલાની ધરપકડ થઈ શકી.

સંબંધિત પોસ્ટ્સ

‘સોરી મમ્મી હું જાઉં છું…’: નવપરિણિત શિક્ષિકા સૃષ્ટિ કંડારીનું શંકાસ્પદ મોત, હવે CB-CID કરશે તપાસ

praxpatel

ઠાર થયો દુનિયાનો સૌથી ક્રૂર ડ્રગ માફિયા અલ મેન્ચો

aminparmar

મિત્રોએ લેક્ચરર સાથે નામ જોડતા વિદ્યાર્થિની એ જીવન ટૂંકાવ્યું: સુસાઇડ નોટમાં લખી આપવીતી

praxpatel