Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

સ્વતંત્રતા દિવસ 2026: ગુજરાતના 19 પોલીસ અધિકારી-કર્મચારીઓને રાષ્ટ્રપતિ મેડલથી કરાશે સન્માનિત

સ્વતંત્રતા દિવસ 2026: ગુજરાતના 19 પોલીસ અધિકારી-કર્મચારીઓને રાષ્ટ્રપતિ મેડલથી કરાશે સન્માનિત

સ્વતંત્રતા દિવસ 2026ના પાવન અવસર પર કેન્દ્ર સરકાર દ્વારા પોલીસ દળના જવાનો અને અધિકારીઓ માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે ગુજરાત પોલીસ બેડાનું ગૌરવ વધારતા રાજ્યના 19 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે.

પોલીસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી, અપ્રતિમ શિસ્ત અને નિષ્ઠાવાન સેવાઓ બદલ ઉચ્ચ પોલીસ અધિકારીઓથી લઈને હેડ કોન્સ્ટેબલ કક્ષાના જવાનોને આ પ્રતિષ્ઠિત સન્માન એનાયત કરવામાં આવશે.

image.png

પોલીસ એવોર્ડ્સની મુખ્ય શ્રેણીઓ

કેન્દ્ર સરકાર દ્વારા પોલીસ દળની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા માટે વિવિધ શ્રેણીઓમાં મેડલ એનાયત કરવામાં આવે છે:

  • વીરતા મેડલ (Gallantry Medal): પોતાના જીવના જોખમે વિશિષ્ટ સાહસ દાખવી ગુના અટકાવવા, આતંકી કે અસામાજિક તત્વો સામે લડવા અથવા નાગરિકોના પ્રાણ બચાવવા બદલ આપવામાં આવે છે.

  • પ્રેસિડેન્ટ સેવા મેડલ (President’s Medal for Distinguished Service – PSM): સમગ્ર સેવાકાળ દરમિયાન સતત ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ રેકોર્ડ ધરાવતા અધિકારીઓને આ સર્વોચ્ચ સન્માન આપવામાં આવે છે.

  • મેઘાવી સેવા મેડલ (Meritorious Service Medal – MSM): શિસ્તબદ્ધતા, સાધનસંપન્નતા અને અડગ કર્તવ્યનિષ્ઠા સાથે કરેલી મૂલ્યવાન સેવાઓ બદલ આ મેડલ એનાયત કરાય છે.


સંબંધિત પોસ્ટ્સ

રાજ્યમાં ઠંડીમાં ઘટાડો સાથે નલિયા સૌથી ઠંડુ શહેર

Maheriya Nirali

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

praxpatel

ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવનને પગલે માછીમારોને એલર્ટ

praxpatel