Gujarat Plus
Breaking News
લાઈફ સ્ટાઇલ

શુક્રના નક્ષત્ર પરિવર્તનથી ૪ રાશિઓની આર્થિક સ્થિતિ ડગમગી શકે છે, ૧૧ ઓગસ્ટ પછી રહેવું સાવધ

શુક્રના નક્ષત્ર પરિવર્તનથી ૪ રાશિઓની આર્થિક સ્થિતિ ડગમગી શકે છે, ૧૧ ઓગસ્ટ પછી રહેવું સાવધ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, વૈભવ અને ભૌતિક સુખોનો કારક શુક્ર ગ્રહ ૧૧ ઓગસ્ટના રોજ ચંદ્રમાના નક્ષત્ર ‘હસ્ત’ માં પ્રવેશ કરશે અને ૨૫ ઓગસ્ટ સુધી આ જ નક્ષત્રમાં રહેશે. જ્યોતિષમાં શુક્ર અને ચંદ્ર વચ્ચે સમભાવ ન હોવાને કારણે શુક્રનું આ નક્ષત્ર ગોચર કેટલીક રાશિઓ માટે આર્થિક ઉતાર-ચઢાવ અને કારકિર્દીમાં પડકારો લઈને આવી શકે છે.

કઈ ૪ રાશિઓ પર થશે નકારાત્મક અસર?

  • મેષ રાશિ: શુક્ર હાલમાં છઠ્ઠા ભાવમાં હોવાથી ખર્ચાઓમાં અચાનક વધારો થઈ શકે છે. બચાવેલી મૂડી પણ ખર્ચાઈ જવાની શક્યતા છે. ૨૫ ઓગસ્ટ સુધી નવું રોકાણ ટાળવું અને કાર્યક્ષેત્રે વિરોધીઓથી સાવધાન રહેવું.

  • કર્ક રાશિ: વેપારીઓએ ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેવો નહીં, અન્યથા આર્થિક નુકસાન થઈ શકે છે. પરિવારમાં કોઈની તબિયત બગાડવાને કારણે ખર્ચ વધી શકે છે. આ સમયે કોઈને ઉધાર પૈસા આપવાનું ટાળવું.

  • તુલા રાશિ: રાશિ સ્વામી શુક્ર બારમા (હાનિ) ભાવમાં હોવાથી નાણાકીય બાબતોમાં અત્યંત સાવધાની રાખવી. સટ્ટાબજારથી દૂર રહેવું અને ઓફિસ કે બિઝનેસમાં દરેક કામ એકાગ્રતાથી કરવું.

  • મકર રાશિ: ઘરકામ કે જૂના દેવાની ચુકવણી માટે અચાનક પૈસાની જરૂર પડી શકે છે. બિઝનેસ પાર્ટનર સાથે મતભેદ થવાની સંભાવના છે. નાણાંની લેવડ-દેવડ કોઈપણ વિશ્વાસુ વ્યક્તિની હાજરીમાં જ કરવી.

શુક્ર ગ્રહને મજબૂત કરવાના ઉપાયો

  • મહિલાઓ સાથે સન્માનપૂર્વક વર્તન કરવું.

  • લક્ષ્મી માતાની પૂજા-અર્ચના કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે.

  • ચોખા, ખાંડ વગેરે સફેદ વસ્તુઓનું દાન કરવું.

  • લવ પાર્ટનરને અત્તર (પરફ્યુમ) ભેટમાં આપવાથી શુક્રના શુભ ફળ પ્રાપ્ત થાય છે.


સંબંધિત પોસ્ટ્સ

સૂર્ય ગ્રહણ 2026: કર્ક રાશિમાં લાગશે આ વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ, જાણો કઈ બાબતોનું રાખવું પડશે ધ્યાન

praxpatel

‘2026-27નું 4.08 લાખ કરોડનું બજેટ’, મુખ્યમંત્રીએ બજેટને આવકાર્યું

ANIL PATEL

Fatty Liver Disease: દારૂ પીધા વગર પણ લીવર થઈ શકે છે ડેમેજ! તમારી આ રોજિંદી ભૂલો પડી શકે છે ભારે

praxpatel