Gujarat Plus
Breaking News
બિઝનેસ

મેટામાં ‘વર્ક ફ્રોમ હોમ’ નો અંત! શું AI ના કારણે 8,000 કર્મચારીઓ ગુમાવશે નોકરી?

મેટામાં 'વર્ક ફ્રોમ હોમ' નો અંત! શું AI ના કારણે 8,000 કર્મચારીઓ ગુમાવશે નોકરી?

ટેક જાયન્ટ મેટા (Meta) કંપનીમાં ફરી એકવાર મોટા ફેરફારોની તૈયારી ચાલી રહી છે. સીઈઓ માર્ક ઝુકરબર્ગ વર્ક ફ્રોમ હોમ (WFH) કલ્ચરને સંપૂર્ણપણે ખતમ કરવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને પ્રોત્સાહન આપવા માટે મોટા નિર્ણયો લઈ રહ્યા છે.

ઓફિસ આવીને કામ કરવું હવે ફરજિયાત

જો તમે મેટા (ફેસબુક-ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની) માં ઘરબેઠા કામ કરી રહ્યા છો, તો હવે એલર્ટ થઈ જવાની જરૂર છે. માર્ક ઝુકરબર્ગે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે હવે વર્ક ફ્રોમ હોમનો દોર પૂરો થઈ રહ્યો છે. મેટામાં હવે એ જ કર્મચારીઓ ટકી શકશે જેઓ ઓફિસ આવીને કામ કરશે.

કંપની હાલમાં ‘ઈયર ઓફ એફિશિયન્સી’ (Year of Efficiency) પર ફોકસ કરી રહી છે. મેટાનું માનવું છે કે જ્યારે કર્મચારીઓ આમને-સામને બેસીને કામ કરે છે, ત્યારે ટીમવર્ક અને કામની ક્વોલિટી વધુ સારી બને છે. આ જ કારણે કર્મચારીઓ માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા ૩ દિવસ ઓફિસ આવવું ફરજિયાત કરાયું છે. આ નિયમ ન માનનારાઓની નોકરી પણ જઈ શકે છે.

AI ની એન્ટ્રી અને 8,000 નોકરીઓ પર સંકટ!

મેટામાં થઈ રહેલી નવી છંટકવારી (Layoffs) પાછળનું સૌથી મોટું કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) છે. કંપની હવે પોતાનું આખું ધ્યાન અને બજેટ AI ટેકનોલોજીને વિકસાવવામાં લગાવી રહી છે.

  • મોટી છાંટણીની આશંકા: ખર્ચ ઘટાડવા અને કામને ઓટોમેટિક કરવા માટે મેટા આશરે ૮,૦૦૦ કર્મચારીઓની છંટકવારી કરી શકે છે.

  • AI લેશે જગ્યા: જે કામ પહેલા એન્જિનિયરો કરતા હતા, તે હવે AI સોફ્ટવેર દ્વારા કરવામાં આવશે.

  • રોઇટર્સના અહેવાલ મુજબ, કંપની તેના ગ્લોબલ વર્કફોર્સમાંથી આશરે ૨૦% કર્મચારીઓનો ઘટાડો કરવાની યોજના બનાવી રહી છે. તેથી જેઓ પોતાની સ્કીલ્સ અપડેટ નથી કરી રહ્યા, તેમના માટે મોટું જોખમ છે.

 શું સિલિકોન વેલીનો સુવર્ણકાળ પૂરો થઈ ગયો છે? એક સમયે ટેક કંપનીઓ ફ્રી ફૂડ, શાનદાર ઓફિસ અને ઘરેથી કામ કરવાની આઝાદી માટે જાણીતી હતી. પરંતુ હવે ગુગલ, એમેઝોન અને મેટા જેવી કંપનીઓ નફા અને માત્ર કામ પર જ ધ્યાન આપી રહી છે.

ભવિષ્યમાં કોની નોકરી સુરક્ષિત રહેશે?

બદલાતા સમય સાથે ટેક સેક્ટરમાં ટકી રહેવા માટે કર્મચારીઓએ નવી ટેકનોલોજી અને ખાસ કરીને AI ટુલ્સ શીખવા જ પડશે. હવે ધીમે-ધીમે રિમોટ વર્કિંગ (ઘરેથી કામ) કલ્ચર બંધ થઈ રહ્યું છે અને ઓફિસ કલ્ચર પાછું આવી રહ્યું છે. જે કર્મચારીઓ કંપનીના નવા નિયમો અને નવી ટેકનોલોજી સાથે તાલ મિલાવશે, તેઓ જ માર્કેટમાં ટકી શકશે.

સંબંધિત પોસ્ટ્સ

ચેતવણી! ફ્રી OTT સબસ્ક્રિપ્શનની લાલચમાં ખાલી થઈ શકે છે બેંક એકાઉન્ટ, જાણો ઓનલાઈન ઠગાઈથી બચવાની રીત

praxpatel

1 ઓગસ્ટથી બદલાશે આ 5 મોટા નિયમો: LPG, બેંકથી લઈને તત્કાલ રેલ ટિકિટ સુધી થશે સીધી અસર

praxpatel

₹૬૦૦ કરોડના લોન ટ્રાન્સફરમાં મોટું કૌભાંડ! HDIL ના રાકેશ વાધવાને રાણા કપૂર સામે નોંધાવી ફરિયાદ

praxpatel