LPG ગ્રાહકો માટે મોટી રાહત: : રસોઈ ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે રાહતના સમાચાર છે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG e-KYC પૂર્ણ કરવાની અંતિમ તારીખ 16 ઑગસ્ટથી લંબાવીને 23 ઑગસ્ટ 2026 કરી દીધી છે. જે ગ્રાહકોએ અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે તેમણે ફરીથી કરવાની જરૂર નથી. ગ્રાહકો સંબંધિત ઓઇલ કંપનીની સત્તાવાર મોબાઇલ એપ અથવા નજીકની ગેસ એજન્સીનો સંપર્ક કરીને પોતાનું e-KYC સ્ટેટસ ચકાસી શકે છે.
સરકારી યોજનાઓ અને સબસિડીનો લાભ યોગ્ય તથા પાત્ર ગ્રાહકો સુધી પહોંચાડવા માટે આ પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવી છે.
LPG e-KYC પૂર્ણ કરવાની 3 સરળ રીતો:
-
મોબાઇલ એપ્લિકેશન દ્વારા (ઘરેબેઠા):
-
IndianOil:
IndianOil ONEએપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન અથવા બાયોમેટ્રિકથી e-KYC કરી શકાય છે. -
HPCL:
HP PAYએપ દ્વારા ડિજિટલ વેરિફિકેશન પૂર્ણ કરી શકાય છે. -
Bharat Petroleum:
Hello BPCLએપ મારફતે પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.
-
-
ગેસ એજન્સીની મુલાકાત લઈને:
ઓળખપત્ર અને ગેસ કનેક્શનની પાસબુક સાથે રાખી નજીકની એજન્સી પર જઈ બાયોમેટ્રિક (ફિંગરપ્રિન્ટ) વેરિફિકેશન કરાવી શકાય છે.
-
ડિલિવરી સ્ટાફ મારફતે:
જ્યારે ઘરે સિલિન્ડર ડિલિવરી માટે આવે ત્યારે ડિલિવરી કર્મચારી પાસે રહેલા ડિજિટલ મશીન દ્વારા બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવી શકાય છે.
