ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ શ્રીલંકા સામેની ટેસ્ટમાં 350 વિકેટ પૂર્ણ કરી ટેસ્ટ ક્રિકેટમાં 4000+ રન અને 350 વિકેટનો ડબલ રેકોર્ડ બનાવ્યો છે. શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ધનંજય ડી સિલ્વા અને કેશરા નુવાંથાની વિકેટ ઝડપીને જાડેજાએ આ ઐતિહાસિક મુકામ હાંસલ કર્યો હતો. આ સિદ્ધિ સાથે તેઓ ટેસ્ટ ઇતિહાસના દિગ્ગજ ઓલરાઉન્ડરોની યાદીમાં સામેલ થઈ ગયા છે.
જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 100 કરતાં પણ ઓછી (માત્ર 90 ટેસ્ટ) મેચોમાં 4000થી વધુ રન અને 350 વિકેટ ઝડપનારા વિશ્વના સૌથી ઝડપી ઓલરાઉન્ડર બન્યા છે.
4000+ રન અને 350+ ટેસ્ટ વિકેટ લેનારા દિગ્ગજ ઓલરાઉન્ડર:
350 કે તેથી વધુ વિકેટ લેનારા પાંચમા ભારતીય બોલર:
-
અનિલ કુંબલે: 619 વિકેટ
-
રવિચંદ્રન અશ્વિન: 537 વિકેટ
-
કપિલ દેવ: 434 વિકેટ
-
હરભજન સિંહ: 417 વિકેટ
-
રવીન્દ્ર જાડેજા: 350 વિકેટ
આ ઉપરાંત, જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 350 વિકેટનો આંકડો પાર કરનારા વિશ્વના માત્ર ત્રીજા ડાબોડી સ્પિનર બન્યા છે (રંગના હેરાથ – 433, ડેનિયલ વિટોરી – 362 પછી).
