Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

LPG ગ્રાહકો માટે મોટી રાહત: ગેસ કનેક્શન e-KYC પૂર્ણ કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો નવી ડેડલાઇન

LPG ગ્રાહકો માટે મોટી રાહત: ગેસ કનેક્શન e-KYC પૂર્ણ કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો નવી ડેડલાઇન

LPG ગ્રાહકો માટે મોટી રાહત: : રસોઈ ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે રાહતના સમાચાર છે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG e-KYC પૂર્ણ કરવાની અંતિમ તારીખ 16 ઑગસ્ટથી લંબાવીને 23 ઑગસ્ટ 2026 કરી દીધી છે. જે ગ્રાહકોએ અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે તેમણે ફરીથી કરવાની જરૂર નથી. ગ્રાહકો સંબંધિત ઓઇલ કંપનીની સત્તાવાર મોબાઇલ એપ અથવા નજીકની ગેસ એજન્સીનો સંપર્ક કરીને પોતાનું e-KYC સ્ટેટસ ચકાસી શકે છે.

સરકારી યોજનાઓ અને સબસિડીનો લાભ યોગ્ય તથા પાત્ર ગ્રાહકો સુધી પહોંચાડવા માટે આ પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવી છે.

LPG e-KYC પૂર્ણ કરવાની 3 સરળ રીતો:

  • મોબાઇલ એપ્લિકેશન દ્વારા (ઘરેબેઠા):

    • IndianOil: IndianOil ONE એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન અથવા બાયોમેટ્રિકથી e-KYC કરી શકાય છે.

    • HPCL: HP PAY એપ દ્વારા ડિજિટલ વેરિફિકેશન પૂર્ણ કરી શકાય છે.

    • Bharat Petroleum: Hello BPCL એપ મારફતે પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.

  • ગેસ એજન્સીની મુલાકાત લઈને:

    ઓળખપત્ર અને ગેસ કનેક્શનની પાસબુક સાથે રાખી નજીકની એજન્સી પર જઈ બાયોમેટ્રિક (ફિંગરપ્રિન્ટ) વેરિફિકેશન કરાવી શકાય છે.

  • ડિલિવરી સ્ટાફ મારફતે:

    જ્યારે ઘરે સિલિન્ડર ડિલિવરી માટે આવે ત્યારે ડિલિવરી કર્મચારી પાસે રહેલા ડિજિટલ મશીન દ્વારા બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવી શકાય છે.


સંબંધિત પોસ્ટ્સ

ભારતમાં પહેલીવાર યોજાશે બિગ બેશ લીગની મેચ, પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાથી કરી મોટી જાહેરાત

praxpatel

Paytm પેમેન્ટ્સ બેંકનું લાયસન્સ રદ: RBIની મોટી કાર્યવાહી, જાણો તમારા પૈસાનું શું થશે?

praxpatel

અઢી લાખથી વધુ પશુપાલકો માટે ખુશખબર: પંચામૃત ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે રૂ.૧૦નો કર્યો વધારો

praxpatel