Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

પિચ પર ચાલવા મુદ્દે મિચેલ સ્ટાર્ક અને મિરાજ સામસામે, અમ્પાયરે શાંત પાડ્યો મામલો

પિચ પર ચાલવા મુદ્દે મિચેલ સ્ટાર્ક અને મિરાજ સામસામે, અમ્પાયરે શાંત પાડ્યો મામલો
ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે ડાર્વિન ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે હાઈ-વોલ્ટેજ ડ્રામા અને ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને બાંગ્લાદેશના ઓલરાઉન્ડર મેહદી હસન મિરાજ વચ્ચે પિચના ડેન્જર એરિયામાં ચાલવા બાબતે બોલાચાલી થઈ હતી. પરિસ્થિતિ વણસતી જોઈ મેદાન પરના અમ્પાયર કુમાર ધર્મસેનાએ તાત્કાલિક વચ્ચે પડીને મામલો શાંત પાડવો પડ્યો હતો.

શું હતો સમગ્ર વિવાદ?

  • 103મી ઓવરની ઘટના: બાંગ્લાદેશની પ્રથમ ઇનિંગ્સની 103મી ઓવરમાં મિચેલ સ્ટાર્કના પાંચમા બોલ પર મિરાજે શોર્ટ થર્ડ મેન તરફ શોટ રમીને એક રન લીધો હતો.

  • ડેન્જર એરિયા પર ચાલવાનો આરોપ: રન પૂર્ણ કરતી વખતે મિરાજ પિચના સુરક્ષિત (ડેન્જર એરિયા) ભાગ પરથી દોડ્યો હોવાનું જણાતાં ફોલો-થ્રૂ દરમિયાન સ્ટાર્ક ગુસ્સે ભરાયો હતો.

  • સ્ટમ્પ માઈકમાં અવાજ કેદ: સ્ટાર્કે ગુસ્સામાં આવીને મિરાજને ખરી-ખોટી સંભળાવતા કહ્યું, “આ મારો ફોલો-થ્રૂ છે, તારો નહીં… પિચ પરથી હટી જા.”

  • મિરાજનો વળતો જવાબ: મિરાજે પણ સામે દલીલ કરતાં બંને ખેલાડીઓ થોડી ક્ષણો માટે સામસામે આવી ગયા હતા, જેના પગલે અમ્પાયર ધર્મસેનાએ દરમિયાનગીરી કરવી પડી હતી.

મેચની સ્થિતિ: બાંગ્લાદેશ 153 રનથી આગળ

ટીમ / ઇનિંગ્સ સ્કોર મુખ્ય પ્રદર્શન
ઓસ્ટ્રેલિયા (પ્રથમ ઇનિંગ્સ) 198 (ઓલઆઉટ) હસન મહમૂદ: 6 વિકેટ
બાંગ્લાદેશ (પ્રથમ ઇનિંગ્સ – દિવસ 2) 351/6 (સ્ટમ્પ્સ) તન્જીદ હસન: 101 રન, નઝમુલ શાંતો: 84 રન
  • તન્જીદ હસનનો ઐતિહાસિક રેકોર્ડ: તન્જીદ હસન તમીમે શાનદાર 101 રન ફટકારીને ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ બાંગ્લાદેશી બેટર બનવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

  • બીજા દિવસના અંતે સ્થિતિ: રમતના અંતે બાંગ્લાદેશે 6 વિકેટે 351 રન બનાવી લીધા છે અને તેની કુલ સરસાઈ 153 રનની થઈ ગઈ છે. ક્રિઝ પર મેહદી હસન મિરાજ (32*) અને હસન મહમૂદ (13*) રમી રહ્યા છે.


સંબંધિત પોસ્ટ્સ

IND vs PAK: શું વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવશે ટીમ ઈન્ડિયા? કેપ્ટન હરમનપ્રીત કૌરે આપ્યો રોકડો જવાબ

praxpatel

IPL ક્રિકેટર અભિષેક પોરેલની ધરપકડ! લગ્નની લાલચ આપી દુષ્કર્મ અને પ્રાઇવેટ વિડિયો શૂટ કરવાનો લાગ્યો આરોપ

praxpatel

ઈંગ્લેન્ડનો સ્ટાર ક્રિકેટર ભારતીય યુવતીના પ્રેમમાં પાગલ? વાયરલ ફોટોથી હલચલ

praxpatel