Gujarat Plus
Breaking News
રાષ્ટ્રીય

તેલંગાણા: લસ્સીમાં પેશાબ ભેળવતા ઝડપાયો યુવક, રોષે ભરાયેલા લોકોએ દુકાનનો ઘેરાવો કરી મચાવ્યો હંગામો

તેલંગાણા: લસ્સીમાં પેશાબ ભેળવતા ઝડપાયો યુવક, રોષે ભરાયેલા લોકોએ દુકાનનો ઘેરાવો કરી મચાવ્યો હંગામો

જાણો શું છે સમગ્ર મામલો?

મેડક જિલ્લાના નરસાપુર શહેરમાં મુખ્ય માર્ગ પર એક લસ્સી જ્યુસ પોઈન્ટ આવેલું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, દુકાન પર કામ કરતા એક છોકરાને લસ્સી બનાવતી વખતે તેમાં કથિત રીતે પેશાબ ભેળવતા જોવામાં આવ્યો હતો. આ વાત વાયુવેગે ફેલાઈ જતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને દુકાનનો ઘેરાવો કર્યો હતો.

માલિકે આરોપીને ભગાડ્યો, લોકો સાથે ઘર્ષણ

જ્યારે લોકોએ હંગામો શરૂ કર્યો, ત્યારે દુકાન માલિકે પરિસ્થિતિ પારખીને કથિત રીતે તે યુવકને ત્યાંથી ભગાડી દીધો હતો. ત્યારબાદ માલિકે દુકાન બંધ કરીને જવાનો પ્રયાસ કરતા સ્થાનિકો સાથે તેની ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન વિસ્તારમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.

કડક કાર્યવાહીની માંગ

સ્થાનિક રહીશોમાં આ ઘટનાને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોએ માંગ કરી છે કે ફૂડ સેફ્ટી વિભાગ અને સ્થાનિક તંત્ર આવી દુકાનો સામે કડક તપાસ કરે. ખાણી-પીણીની વસ્તુઓમાં સ્વચ્છતા અને સુરક્ષાના માપદંડોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.

સંબંધિત પોસ્ટ્સ

SIPRI નો મોટો દાવો: ભારતે પહેલીવાર તૈનાત કર્યા 12 પરમાણુ હથિયાર, પાકિસ્તાન-ચીન ટેન્શનમાં!

praxpatel

Twisha Sharma Case: સાસુ ગિરિબાલા સિંહની ધરપકડ, CBIએ 7 કલાક સુધી કરી પૂછપરછ

praxpatel

ભારતનો માસ્ટરપ્લાન: હવે તેલ માટે મિડલ ઈસ્ટ પર નિર્ભરતા ઘટશે, જાણો ક્યાંથી આવશે નવો ભંડાર

praxpatel