દુનિયાભરમાં હથિયારો પર નજર રાખતી વૈશ્વિક સંસ્થા SIPRI (સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) ની તાજી રિપોર્ટમાં ભારતને લઈને એક મોટો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, ભારતે પોતાના ઇતિહાસમાં પહેલીવાર ઓછામાં ઓછા ૧૨ પરમાણુ હથિયાર ને ઓપરેશનલ એટલે કે યુદ્ધ માટે બિલકુલ તૈયાર સ્થિતિમાં તૈનાત કરી દીધા છે.
આનો અર્થ એ થાય કે ભારતીય યુદ્ધ જહાજો, સબમરીન અથવા અન્ય સૈન્ય પ્લેટફોર્મ પર કેટલાક પરમાણુ હથિયારો હંમેશા તુરંત ઉપયોગ કરવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે. ચીન અને પાકિસ્તાન તરફથી વધી રહેલા સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ભારતે આ મોટું પગલું ભર્યું હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
ભારતની પરમાણુ વ્યૂહરચનામાં મોટો બદલાવ
અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે ભારત શાંતિના સમયમાં પોતાના પરમાણુ વોરહેડ્સ અને તેને લઈ જનારી મિસાઈલોને અલગ-અલગ સ્ટોરેજમાં રાખે છે. પરંતુ SIPRI ના નવા રિપોર્ટ અનુસાર, ભારતે હવે કેટલાક વોરહેડ્સને તેમની ડિલિવરી સિસ્ટમ (મિસાઈલ વગેરે) સાથે જોડી દીધા છે. આ પહેલીવાર છે જ્યારે આંતરરાષ્ટ્રીય રિપોર્ટમાં ભારતના પરમાણુ હથિયારોને માત્ર ‘ભંડાર’ (Stockpile) તરીકે બતાવવાને બદલે ‘ઓપરેશનલ ઓન ડ્યુટી’ સ્થિતિમાં દર્શાવાયા છે.
ભારત પાસે છે કુલ 190 પરમાણુ હથિયાર
રિપોર્ટના આંકડા અનુસાર, જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં ભારત પાસે કુલ ૧૯૦ પરમાણુ વોરહેડ્સ છે. જેમાંથી ૧૨ વોરહેડ્સને મિસાઈલ, સબમરીન કે ફાઈટર જેટ્સ સાથે ઓપરેશનલ તૈનાત કરવામાં આવ્યા છે. ભારતની ‘નો ફર્સ્ટ યુઝ’ (પહેલાં હુમલો ન કરવાની) નીતિ હોવા છતાં, આ નવી તૈયારી દર્શાવે છે કે જો કોઈ દેશ ભારત પર પરમાણુ હુમલો કરવાનો પ્રયાસ કરશે, તો ભારત સેકન્ડોમાં તેનો ઘાતક જવાબ આપી શકશે.
સમુદ્રમાં ભારતની તાકાત: બે પરમાણુ સબમરીન એક્ટિવ
રિપોર્ટ અનુસાર, ભારતે ઓગસ્ટ ૨૦૨૪ થી પરમાણુ મિસાઈલ લઈ જવામાં સક્ષમ બે સ્વદેશી સબમરીન INS અરીઘાત (INS Arighat) અને INS અરિદમન (INS Aridaman) ને સંપૂર્ણપણે ઓપરેશનલ કરી દીધી છે. આ સબમરીનો લાંબા સમય સુધી સમુદ્રની અંદર રહીને સરહદોની સુરક્ષા ગશ્ત (Deterrence Patrol) કરી રહી છે.
પાકિસ્તાન કરતાં ભારતની સ્પીડ વધુ
રિપોર્ટ મુજબ, પાકિસ્તાન પાસે હાલમાં ૧૭૦ પરમાણુ વોરહેડ્સ છે, પરંતુ તેમાંથી એક પણ ઓપરેશનલ તૈનાતીમાં નથી. ભારત અત્યારે પાકિસ્તાન કરતાં વધુ ઝડપથી પરમાણુ હથિયારોનો વિકાસ કરી રહ્યું છે અને આ ક્ષેત્રમાં મોટો ખર્ચ પણ કરી રહ્યું છે.
પરમાણુ હથિયારો પાછળ કયા દેશે કેટલો ખર્ચ કર્યો? (2025 ના આંકડા)
વર્ષ ૨૦૨૫ માં દુનિયાભરમાં પરમાણુ હથિયારો પર રેકોર્ડ ૧૧૯ અબજ ડોલરનો ખર્ચ થયો હતો. વિવિધ દેશોનો અંદાજિત ખર્ચ નીચે મુજબ છે:
-
અમેરિકા: ૬૯.૨ અબજ ડોલર
-
ચીન: ૧૩.૫ અબજ ડોલર
-
યુનાઇટેડ કિંગડમ: ૧૨.૬ અબજ ડોલર
-
રશિયા: ૯.૫ અબજ ડોલર
-
ફ્રાન્સ: ૭.૭ અબજ ડોલર
-
ભારત: ૨.૮ અબજ ડોલર
-
પાકિસ્તાન: ૧.૫ અબજ ડોલર
-
ઇઝરાયેલ: ૧.૨ અબજ ડોલર
<
