બોલિવૂડની ‘ગ્લેમર ગર્લ’ રહી ચૂકેલી મમતા કુલકર્ણી ફરી એકવાર ચર્ચામાં છે. ગયા વર્ષે મહાકુંભ 2025 દરમિયાન ભગવા વસ્ત્રો ધારણ કરી સંન્યાસની જાહેરાત કરનાર મમતા હવે અચાનક મોર્ડન લુકમાં જોવા મળી રહી છે. તેના આ લેટેસ્ટ ટ્રાન્સફોર્મેશને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.
સાધ્વીમાંથી સીધી ગોવાની સફરે!
મમતા કુલકર્ણીએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે સાધ્વીના અવતારમાં નહીં, પણ અત્યંત ગ્લેમરસ રેડ વન-પીસ ડ્રેસમાં જોવા મળી રહી છે.
-
તે પોતાના પરિવાર અને મિત્રો સાથે ગોવામાં બર્થડે સેલિબ્રેશનમાં પહોંચી છે.
-
વીડિયોમાં તેણે અંદાજે ₹50,000ની કિંમતના મોંઘા મેટા AI સનગ્લાસ ફ્લોન્ટ કર્યા છે.
-
ખુલ્લા વાળ અને હળવા મેકઅપમાં તે ફરીથી તેના જૂના ફિલ્મી દિવસોની યાદ અપાવી રહી છે.
સોશિયલ મીડિયા પર થઈ રહી છે ટ્રોલ
મમતાના આ ‘યુ-ટર્ન’ને જોઈને યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, “શું સાધ્વી બનવાનું ભૂત ઉતરી ગયું?” ગયા વર્ષે તેને કિન્નર અખાડાની મહામંડલેશ્વર જાહેર કરાઈ હતી, પરંતુ વિરોધ બાદ તેને પદમુક્ત કરવામાં આવી હતી. હવે ગ્લેમરસ લુકમાં પરત ફરતા ચાહકો મુંઝવણમાં છે કે તે ખરેખર સંન્યાસી છે કે ફરી બોલિવૂડમાં વાપસી કરી રહી છે?
“જ્યારે સ્ક્રીન પર કામ નથી મળતું, ત્યારે લોકો અસલ જિંદગીમાં અલગ-અલગ કિરાદરો ભજવવા લાગે છે.” — એક સોશિયલ મીડિયા યુઝરની કોમેન્ટ
25 વર્ષ બાદ ટીવી પર એન્ટ્રી
ભલે અંગત જિંદગીમાં વિવાદો હોય, પણ મમતાએ 25 વર્ષ બાદ નાના પડદા પર હાજરી આપી છે. તે ભારતી સિંહના શો ‘લાફ્ટર શેફ્સ’માં ગેસ્ટ તરીકે જોવા મળી હતી. ‘કરણ અર્જુન’ અને ‘બાઝી’ જેવી સુપરહિટ ફિલ્મો આપનાર મમતાને ફરી સ્ક્રીન પર જોઈને અટકળો તેજ થઈ છે કે તે ફિલ્મી દુનિયામાં કમબેક કરી શકે છે.
