Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

IND vs PAK: દીપ્તિ શર્માએ પાકિસ્તાન સામે ૫ વિકેટ ઝડપી રચ્યો ઇતિહાસ, પ્લેયર ઓફ ધ મેચ બની હનુમાનજીને યાદ કર્યા

IND vs PAK: દીપ્તિ શર્માએ પાકિસ્તાન સામે ૫ વિકેટ ઝડપી રચ્યો ઇતિહાસ, પ્લેયર ઓફ ધ મેચ બની હનુમાનજીને યાદ કર્યા

આઈસીસી મહિલા ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ના પોતાના પ્રથમ જ મુકાબલામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ધમાકેદાર શરૂઆત કરી છે. એજબેસ્ટન (બર્મિંગહામ) ના મેદાન પર રમાયેલા આ હાઈવોલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને ૬૪ રનના મોટા અંતરથી હરાવ્યું છે.

આ ઐતિહાસિક જીતની સૌથી મોટી હીરો સ્પિન ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા રહી હતી. દીપ્તિએ પોતાની ૪ ઓવરમાં માત્ર ૧૦ રન આપીને ૫ પાકિસ્તાની બેટર્સને પેવેલિયન ભેગા કર્યા હતા. શાનદાર પ્રદર્શન માટે તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ નો એવોર્ડ મળ્યો હતો.

દીપ્તિએ તોડ્યો રેણુકા સિંહનો ૩ વર્ષ જૂનો રેકોર્ડ

પાકિસ્તાન સામે માત્ર ૧૦ રન આપીને ૫ વિકેટ લેવાની સાથે જ દીપ્તિ શર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે હવે ટી૨૦ વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત તરફથી સર્વશ્રેષ્ઠ બોલિંગ કરનારી ખેલાડી બની ગઈ છે.

દીપ્તિએ રેણુકા સિંહનો ૩ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. રેણુકાએ ૨૦૨૩ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે ૧૫ રન આપીને ૫ વિકેટ ઝડપી હતી.

એવોર્ડ જીત્યા બાદ દીપ્તિએ હનુમાનજીનો આભાર માનતા કહ્યું, “મને આ પ્રકારની પિચ પર બોલિંગ કરવી ખૂબ ગમે છે. આ પ્રદર્શનનો શ્રેય આખી ટીમને જાય છે. હનુમાન જી મહાન છે! પિચ પર બોલ સારો ટર્ન થઈ રહ્યો હતો, તેથી મેં મારી સ્પીડમાં સતત ફેરફાર કર્યો હતો.”

મહિલા ટી૨૦ વર્લ્ડ કપમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ કરનારી ભારતીય ખેલાડીઓ:

  • દીપ્તિ શર્મા: ૧૦ રનમાં ૫ વિકેટ (બનામ પાકિસ્તાન, ૨૦૨૬)

  • રેણુકા સિંહ: ૧૫ રનમાં ૫ વિકેટ (બનામ ઇંગ્લેન્ડ, ૨૦૨૩)

  • પ્રિયંકા રોય: ૧૬ રનમાં ૫ વિકેટ (બનામ પાકિસ્તાન, ૨૦૦૯)

  • ડાયના ડેવિડ: ૧૨ રનમાં ૪ વિકેટ (બનામ શ્રીલંકા, ૨૦૧૦)

  • પૂનમ યાદવ: ૧૯ રનમાં ૪ વિકેટ (બનામ ઓસ્ટ્રેલિયા, ૨૦૨૦)

વર્લ્ડ કપમાં ભારતની પાકિસ્તાન સામે સૌથી મોટી જીત

મહિલા ટી૨૦ વર્લ્ડ કપના ઇતિહાસમાં રનના અંતરથી પાકિસ્તાન સામે ભારતની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. આ સાથે જ આ ઓવરઓલ ટૂર્નામેન્ટમાં ભારતની પાંચમી સૌથી મોટી જીત બની ગઈ છે. આ યાદીમાં ટોપ પર ૨૦૨૪માં શ્રીલંકા સામે મળેલી ૮૨ રનની જીત છે.

રનના અંતરે ભારતની ટોપ-૫ સૌથી મોટી જીત:

  1. ૮૨ રન: શ્રીલંકા (૨૦૨૪, દુબઈ)

  2. ૭૯ રન:  બાંગ્લાદેશ (૨૦૧૪, સિલ્હટ)

  3. ૭૨ રન:  બાંગ્લાદેશ (૨૦૧૬, બેંગલુરુ)

  4. ૭૧ રન:  શ્રીલંકા (૨૦૧૦, બેસેટેરે)

  5. ૬૪ રન:  પાકિસ્તાન (૨૦inst, બર્મિંગહામ)

આ શાનદાર જીત સાથે ભારતીય ટીમે ગ્રુપ-એના પોઈન્ટ્સ ટેબલમાં ૨ પોઈન્ટ અને +૩.૨૦૦ ની શાનદાર નેટ રનરેટ સાથે બીજું સ્થાન મેળવી લીધું છે. ઓસ્ટ્રેલિયાની ટીમ +૩.૨૫૦ ની રનરેટ સાથે પ્રથમ સ્થાને છે.

સંબંધિત પોસ્ટ્સ

ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬: સેમિફાઇનલનું શેડ્યૂલ જાહેર, ફ્રાન્સ સામે સ્પેન અને આર્જેન્ટિના સામે ઇંગ્લેન્ડની ટક્કર

praxpatel

 IND vs AFG: ગિલ અને ઈશાન કિશને રચ્યો નવો ઈતિહાસ, વનડે ક્રિકેટમાં પહેલીવાર બન્યો આ રેકોર્ડ

praxpatel

ODI World Cup 2027: રોહિત-વિરાટ આગામી વર્લ્ડ કપ રમશે કે નહીં? ખેલાડીઓના ભવિષ્ય પર BCCI સેક્રેટરીનું મોટું નિવેદન

praxpatel