Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદમાં ભૂમાફિયા ઓની નવી ચાલ: નકલી AMC અધિકારી બની જમીન પચાવવાનું મોટું કૌભાંડ ખુલ્લું પડ્યું

અમદાવાદમાં ભૂમાફિયાઓની નવી ચાલ: નકલી AMC અધિકારી બની જમીન પચાવવાનું મોટું કૌભાંડ ખુલ્લું પડ્યું

ભૂમાફિયા ; અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં કિંમતી જમીનો પચાવી પાડવા માટે ભૂમાફિયા ઓ હવે અવનવા નુસખા અપનાવી રહ્યા છે. તાજેતરમાં ખેડૂતોને ડરાવીને જમીન હડપ કરવાની એક ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી (Modus Operandi) સામે આવી છે.

જાગૃત ખેડૂતે નકલી અધિકારીની પોલ ખોલી

આ ઘટના અમદાવાદ જિલ્લાના લીલાપુર ગામની છે. અહીં આવેલા એક ખેતરમાં થોડા દિવસ પહેલાં રાત્રિના સમયે વિનય ચૌધરી નામનો એક શખ્સ આવ્યો હતો. તેણે પોતાની ઓળખ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ટાઉન પ્લાનિંગ અધિકારી તરીકે આપી હતી.

તેણે ખેડૂતને જણાવ્યું કે, કોર્પોરેશન આ જમીન સમતળ કરીને ફેન્સિંગ કરવાનું હોવાથી તે અહીં સર્વે અને વીડિયો શૂટિંગ કરવા આવ્યો છે.

ઓળખપત્ર માંગતા જ ધમકી આપીને ભાગ્યો

જ્યારે ખેડૂતે આ જમીન પોતાની માલિકીની હોવાનું કહીને કડકાઈથી પૂછપરછ કરી, ત્યારે આ નકલી અધિકારીએ દાદાગીરી શરૂ કરી દીધી હતી. પરંતુ, ખેડૂતે જ્યારે તેની પાસે સત્તાવાર ઓળખપત્ર (ID Card) માંગ્યું, ત્યારે વિનય ચૌધરી ધમકી આપીને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો.

ખેડૂતોને સસ્તામાં જમીન વેચવા મજબૂર કરવાનું કાવતરું

ખેડૂતે આ મામલે તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. કેટલાક ભૂમાફિયાઓ આ કિંમતી જમીન પચાવી પાડવા માટે ઘણા સમયથી નજર બગાડીને બેઠા હતા. તેમની સાથે સંડોવાયેલો વિનય ચૌધરી ખેડૂતને ડરાવવા માટે જ AMCનો નકલી અધિકારી બન્યો હતો.

ભૂમાફિયાઓનો હેતુ ખેડૂતને એવો ડર બતાવવાનો હતો કે તેની જમીન સરકારી વિવાદમાં ફસાયેલી છે, જેથી કંટાળીને ખેડૂત સસ્તા ભાવે જમીનનો સોદો કરી લે.

ઉચ્ચ સ્તરીય પોલીસ તપાસના આદેશ

સરકારી અધિકારીઓના નામે ખેડૂતોને ધમકાવવાનું આ આખું કૌભાંડ બહાર આવતાં જ ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસના આદેશ આપ્યા છે. આગામી દિવસોમાં આ રેકેટમાં સામેલ અન્ય મોટા માથાઓના નામ ખુલે તેવી પૂરી શક્યતા છે.

સંબંધિત પોસ્ટ્સ

સુરેન્દ્રનગરમાં દુષિત પાણી પીવા લોકો મજબુર, રોગચાળો ફાટશે તો કોણ જવાબદાર

Maheriya Nirali

ટ્રમ્પ સોશિયલ મીડિયા પર AI તસવીરો પોસ્ટ કરીને ઇરાન સામે કેવી જંગ લડી રહ્યા છે? જાણો આખી વિગત

praxpatel

ક્રિસ ગેલ હવે ટીમનો માલિક: નવી T20 લીગમાં ‘યુનિવર્સ બોસ’ની એન્ટ્રી, જાણો વિગતો

praxpatel