Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

વિદેશ નીતિ પર રાહુલ ગાંધીની વિવાદાસ્પદ ટિપ્પણીથી ગરમાયું રાજકારણ: ભાજપે કહ્યું- ‘આવા વિપક્ષના નેતા લોકશાહીનું દુર્ભાગ્ય’

વિદેશ નીતિ પર રાહુલ ગાંધીની વિવાદાસ્પદ ટિપ્પણીથી ગરમાયું રાજકારણ: ભાજપે કહ્યું- 'આવા વિપક્ષના નેતા લોકશાહીનું દુર્ભાગ્ય'

દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની વિદેશ નીતિ અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ બાદ મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતના નિવેદનો સામે ભારતીય જનતા પાર્ટી (BJP)એ આક્રમક વલણ અપનાવીને જોરદાર પલટવાર કર્યો છે.

શું હતો સમગ્ર વિવાદ?

દિલ્હીમાં યોજાયેલા ‘રચનાત્મક કોંગ્રેસ’ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદીની વિદેશ યાત્રાઓ અને વિદેશ નીતિ પર કટાક્ષ કર્યો હતો. તેમણે મંચ પર સંદીપ દીક્ષિતને ગળે લગાવીને વડાપ્રધાનના વિદેશી નેતાઓ સાથેના વ્યવહારનું અનુકરણ (એક્ટ) કર્યું હતું. આ દરમિયાન સંદીપ દીક્ષિત દ્વારા પણ પીએમ મોદી અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના સંદર્ભમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી.

ભાજપના દિગ્ગજ નેતાઓએ કર્યા આકરા પ્રહારો

  • જે.પી. નડ્ડા (કેન્દ્રીય મંત્રી તથા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ): તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “રાહુલ ગાંધી જેવા વ્યક્તિ વિપક્ષના નેતા હોય તે દેશની લોકશાહી માટે મોટું દુર્ભાગ્ય છે. કોંગ્રેસ માટે પણ આ શરમજનક બાબત છે કે તેમણે આવા નેતાને સ્વીકારવા પડે છે.”

  • બંસુરી સ્વરાજ (ભાજપ સાંસદ): રાહુલ ગાંધીના નિવેદનને અશિષ્ટ અને અભદ્ર ગણાવતા તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધી લોકસભામાં વિરોધ પક્ષના નેતા ઓછા અને ‘નિષ્ફળ સ્ટેન્ડ-અપ કોમેડિયન’ વધારે લાગી રહ્યા હતા.”

  • શિવરાજ સિંહ ચૌહાણ (કેન્દ્રીય કૃષિ મંત્રી): “એક સ્વતંત્ર અને સાર્વભૌમ દેશના વડાપ્રધાન તથા મહિલા નેતા અંગે આવી હલકી ભાષાનો ઉપયોગ કરવો એ વિશ્વભરની માતાઓ અને બહેનોનું અપમાન છે.”

  • ગિરિરાજ સિંહ (કેન્દ્રીય મંત્રી): તેમણે જણાવ્યું કે, “રાહુલ ગાંધીનું વર્તન તેમની હતાશા દર્શાવે છે. પરિવારમાં વડાપ્રધાન રહ્યા હોવા છતાં તેઓ વિદેશ નીતિ સમજવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે.”

  • હિમંતા બિસ્વા સરમા (મુખ્યમંત્રી, અસમ): “કોંગ્રેસના વંશવાદી નેતૃત્વએ તમામ મર્યાદાઓ ઓળંગી દીધી છે. મિત્ર દેશના મહિલા રાષ્ટ્રાધ્યક્ષ વિશે વાંધાજનક ટિપ્પણી કરવી એ માત્ર રાજકીય અશિષ્ટતા નથી પરંતુ ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે.”

  • અમિત માલવિયા (ભાજપ આઈટી સેલ પ્રમુખ): તેમણે આ સમગ્ર વાર્તાલાપને અત્યંત હલકી માનસિકતા ગણાવતા કહ્યું કે, રાજકીય ચર્ચા કરવાને બદલે વ્યક્તિગત અને ભદ્દા હુમલા કરીને કોંગ્રેસ પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહી છે.


સંબંધિત પોસ્ટ્સ

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પર મેમો આવવાના શરૂ: જાણો દરેક લેનમાં નક્કી કરાયેલી સ્પીડ લિમિટ અને દંડના નિયમો

praxpatel

વિદ્યાર્થીઓનું આંદોલન પૂરું: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સાથે સરકારે તમામ માંગણીઓ સ્વીકારી

praxpatel

ભાયાવદર કોલેજ ભરતી કૌભાંડ: પરીક્ષા પહેલા જે નામ આપ્યું હતું એ જ ઉમેદવારની પસંદગી! જાણો શું છે સમગ્ર મામલો

praxpatel