Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

પુતિન નો અનોખો પ્રોજેક્ટ: માણસને ‘અમર’ બનાવવા રશિયાએ ખર્ચ્યા ₹2.2 લાખ કરોડ, જાણો શું છે જીન અને ક્રાયોથેરાપી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માણસને અમર બનાવવાની ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે. ₹2.2 લાખ કરોડના આ એન્ટી-એજિંગ પ્રોજેક્ટ વિશે જાણો વિગતો.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) માણસને અમર બનાવવાની ટેકનોલોજી વિકસાવવા માટે એક ખાસ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. વર્ષ 2024માં શરૂ કરાયેલા આ મેગા પ્રોજેક્ટનું બજેટ 26 બિલિયન ડોલર (આશરે ₹2.2 લાખ કરોડ) છે.

સપ્ટેમ્બર 2025માં બેઇજિંગમાં એક સૈન્ય પરેડ દરમિયાન પુતિને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે આ અંગે વાતચીત પણ કરી હતી. એક હોટ માઈક રેકોર્ડિંગ અનુસાર, પુતિને કહ્યું હતું કે માણસ પોતાના અંગો વારંવાર બદલીને અમર બની શકે છે.

રશિયા સરકારના આ પ્રોજેક્ટનું નામ ‘ન્યૂ હેલ્થ પ્રિઝર્વેશન ટેકનોલોજી’ (New Health Preservation Technology) છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ સેલ્યુલર એજિંગ (કોષોનું વૃદ્ધ થવું) ધીમું કરવાનો અને અંગો બદલીને માણસનું આયુષ્ય વધારવાનો છે. આ કાર્યક્રમનો લક્ષ્યાંક 2030 સુધીમાં 1,75,000 લોકોના જીવ બચાવવાનો છે.

માણસનું આયુષ્ય વધારવા કઈ ટેકનોલોજી પર કામ થઈ રહ્યું છે?

રશિયાના વૈજ્ઞાનિકો માણસને લાંબુ આયુષ્ય આપવા માટે મુખ્યત્વે આ ચાર પદ્ધતિઓ પર સંશોધન કરી રહ્યા છે:

  1. જીન થેરાપી (Gene Therapy): રશિયાના વિજ્ઞાન નાયબ મંત્રી ડેનિસ સેકિરિન્સ્કીના જણાવ્યા અનુસાર, વૈજ્ઞાનિકો કોષોના વૃદ્ધ થવાની પ્રક્રિયાને ધીમી કરતી જીન થેરાપી દવા વિકસાવી રહ્યા છે. એન્ટી-એજિંગ ક્ષેત્રે આ એક મોટી સિદ્ધિ ગણાય છે.

  2. ઓર્ગન બાયોપ્રિન્ટિંગ (3D Printing): આ ટેકનોલોજી દ્વારા 3D પ્રિન્ટરની મદદથી જીવંત પેશીઓ (Living Tissues) બનાવવામાં આવે છે. રશિયન વૈજ્ઞાનિકોએ આ ટેકનોલોજીથી માનવ કાર્ટિલેજ અને ઉંદરની થાઈરોઈડ ગ્રંથિ પ્રિન્ટ કરવાનો દાવો કર્યો છે. તેમનો લક્ષ્યાંક 2030 સુધીમાં માણસના તમામ અંગો ટ્રાન્સપ્લાન્ટ કરવાનો છે.

  3. મિની-પિગ્સ (Mini-Pigs): આ પદ્ધતિમાં ખાસ નસલના નાના ભૂંડના શરીરમાં એવા અંગો વિકસાવવામાં આવે છે જે માણસના શરીર સાથે મેચ થઈ શકે. બાદમાં આ અંગોને માણસમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

  4. ક્રાયોથેરાપી (Cryotherapy): આ પ્રક્રિયામાં અત્યંત નીચા તાપમાન (-100°C કે તેથી નીચે) માં સારવાર અને થેરાપી આપવામાં આવે છે. પુતિનનું આઈસ હોકી રમવું અને ફિટનેસ પ્રત્યેનો લગાવ પણ આ થેરાપી સાથે જોડીને જોવામાં આવે છે.

પુતિનની પુત્રી સંભાળી રહી છે પ્રોજેક્ટની કમાન

પુતિનની પુત્રી મારિયા વોરોન્ટસોવા (Maria Vorontsova) પોતે એક એન્ડોક્રિનોલોજિસ્ટ છે અને તે આ એન્ટી-એજિંગ પ્રોજેક્ટને લીડ કરી રહી છે. આ સિવાય પુતિનના નજીકના ભૌતિકશાસ્ત્રી મિખાઈલ કોવાલ્ચુક પણ તેમાં સામેલ છે. કોવાલ્ચુકનું માનવું છે કે ભવિષ્યમાં વિજ્ઞાન એટલું સક્ષમ બનશે કે અંગો બદલીને માણસને હંમેશા માટે યુવાન અને જીવતો રાખી શકાશે.

<

પ્રોજેક્ટ સામે ઉઠ્યા સવાલો

પુતિન 16 વર્ષની ઉંમરથી જ પોતાની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે અને હવે આ તેમની રાષ્ટ્રીય નીતિ બની ગઈ છે. જોકે, કેટલાક વિદેશી વૈજ્ઞાનિકો અને ટીકાકારો આ પ્રોજેક્ટ પર સવાલો ઉઠાવી રહ્યા છે.

નિષ્ણાતોનો મત: બાયોપ્રિન્ટિંગ નિષ્ણાત એલેક્ઝાન્ડર ઓસ્ટ્રોવ્સ્કીના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટના બહુ ઓછા રિસર્ચ પેપર્સ પબ્લિશ થયા છે. પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે રશિયાને એડવાન્સ સાધનો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. કેટલાક લોકોનો આરોપ છે કે વૈજ્ઞાનિકો પુતિનને ખુશ કરવા માટે જ આવી વાતો કરી રહ્યા છે. બીજી તરફ, રશિયાનું કહેવું છે કે આ તમામ કાર્યક્રમો સરકાર સમર્થિત છે અને દેશની ટોચની સંસ્થાઓ તેમાં સામેલ છે.

સંબંધિત પોસ્ટ્સ

અમેરિકા સાથે તણાવ વચ્ચે ઇઝરાયેલના PM નેતન્યાહુએ ભારતને ગણાવ્યું ‘ખાસ મિત્ર’, જેડી વેન્સને આપ્યો જડબાતોડ જવાબ

praxpatel

અયાતુલ્લા અલી ખામેનેઈની અંતિમવિધિમાં ભારત આપશે હાજરી, આ બે પ્રતિનિધિઓ જશે ઈરાન

praxpatel

‘મારા વગર સલમાન-અક્ષય પણ…’: રાજપાલ યાદવનું નિવેદન વાયરલ, જાણો શું છે સત્ય

praxpatel