શેરબજારમાં અત્યારે PH Capital Ltd નો શેર ભારે ચર્ચામાં છે. ૧૧ ઓગસ્ટના રોજ યોજાયેલી બોર્ડની બેઠકમાં કંપનીએ ૧ શેર પર ૧૦ બોનસ શેર (10:1 Ratio) આપવાની મંજૂરી આપી દીધી છે. એટલે કે કંપનીના વર્તમાન શેરધારકોને દરેક ૧ શેર બદલ ૧૦ વધારાના બોનસ શેર મળશે. રેકોર્ડ ડેટની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
બુધવારે આ શેર ૧ ટકા જેટલો વધીને ₹૧,૦૧૦ પર બંધ થયો હતો.
શેરે આપ્યું ૯૦૦૦% નું મલ્ટીબેગર રિટર્ન
વર્ષ ૧૯૯૯ માં આ શેરની કિંમત માત્ર ₹૧.૫ હતી, જે આજે વધીને ₹૧,૦૦૦ ને પાર પહોંચી ગઈ છે. આ સમયગાળા દરમિયાન તેણે રોકાણકારોને ૯૦૦૦% જેટલું અધધ રિટર્ન આપ્યું છે.
(નોંધ: કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.)
