નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં યોજાનારી જનગણના 2027 (Census 2027) ના વસ્તી ગણતરી તબક્કા માટે પૂછવામાં આવનારા 40 પ્રશ્નોનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રશ્નાવલીમાં લોકોની સામાજિક, આર્થિક અને વ્યક્તિગત માહિતી ઉપરાંત જાતિગત આંકડા અને કોવિડ-19 રસીકરણ સાથે જોડાયેલી વિગતો પણ એકત્રિત કરવામાં આવશે.
રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, નાગરિકોને તેઓ અનુસૂચિત જાતિ (SC) કે અનુસૂચિત જનજાતિ (ST) સાથે સંબંધ ધરાવે છે કે નહીં અને તેમની ચોક્કસ જાતિ કઈ છે તે અંગે પૂછવામાં આવશે.
Census 2027: મુખ્ય તારીખો અને શેડ્યૂલ
-
પહાડી અને બર્ફીલા વિસ્તારો: લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં વસ્તી ગણતરી 1 થી 30 સપ્ટેમ્બર દરમિયાન હાથ ધરાશે.
-
ઓનલાઈન રજિસ્ટ્રેશન: નાગરિકો માટે 17 થી 31 ઓગસ્ટ દરમિયાન પોતે જ ઓનલાઈન વિગતો નોંધવાની સુવિધા આપવામાં આવશે.
-
બાકીના રાજ્યો: દેશના અન્ય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વસ્તી ગણતરીનો આ તબક્કો ફેબ્રુઆરી 2027માં શરૂ થશે.
દેશની પ્રથમ સંપૂર્ણ ‘ડિજિટલ જનગણના’
ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં યોજાનારી જનગણના કોવિડ-19 મહામારીના કારણે મોકૂફ રાખવામાં આવી હતી, જેથી આ વખતે પહેલીવાર લોકો પાસેથી કોવિડ રસીકરણ સંબંધિત માહિતી પણ એકત્ર કરવામાં આવી રહી છે.
