સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ ભાજપમાં આંતરિક વિરોધ શરૂ થયો છે. અમદાવાદના પાલડી વોર્ડમાં છેલ્લા 20 વર્ષથી એક જ પરિવારનું શાસન હોવાથી ‘નો રિપીટ થિયરી’ માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે પક્ષના પાયાના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ચૂંટણી કંટ્રોલ રૂમ બન્યો ‘બાટલા કમ્પ્લેઇન્ટ સેન્ટર’
ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતાના અમલ અને ફરિયાદો માટે સ્પેશિયલ કંટ્રોલ રૂમ ઉભા કરવામાં આવ્યા છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે અહીં ચૂંટણીલક્ષી ફરિયાદોને બદલે LPG ગેસના બાટલા માટેના ફોન આવી રહ્યા છે. જેમાં લોકો પૂછે છે કે બાટલો ક્યાંથી મળશે, નવો બાટલો લેવા ક્યાં જવું? બુકિંગ છતાં ડિલિવરી કેમ નથી મળતી, ક્યારે બાટલો ક્યાંથી બૂક થાય અને કેટલાક દિવસે થાય વગેરે જેવા પ્રશ્નો આવે છે. જો કે હાલ ભાજપ હોય કે કોંગ્રેસ દરેક પક્ષના નેતાઓ તો ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે અને પ્રજાના પ્રશ્નો સાંભળનાર કોઈ નથી ત્યારે પ્રજાએ પણ પોતાના પ્રશ્નો માટે આ રીતે અન્ય માર્ગ અપનાવવો પડે છે. આ ઉપરાંત વખતની ચૂંટણીમાં તંત્ર માટે પણ મુશ્કેલી છે કારણકે ચૂંટણીની તૈયારીઓ ટૂંકા ગાળામાં કરવાની છે અને બીજી બાજુ પ્રજા લક્ષી પ્રશ્નો પણ ઉકેલવાના છે.
-
લોકોની સમસ્યા: રાંધણ ગેસના બાટલાની અછતને કારણે લોકો પરેશાન છે.
-
અજીબોગરીબ પ્રશ્નો: લોકો કંટ્રોલ રૂમમાં ફોન કરીને પૂછે છે કે “નવો બાટલો ક્યાંથી મળશે?” અને “બુકિંગ છતાં ડિલિવરી કેમ નથી મળતી?”
-
તંત્રની મુશ્કેલી: અધિકારીઓ ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે, ત્યારે ગેસની ફરિયાદોએ તંત્રની દોડધામ વધારી દીધી છે.
નેતાઓ પ્રચારમાં વ્યસ્ત, પ્રજા પ્રશ્નોમાં ત્રસ્ત
હાલમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ આગામી ચૂંટણીની રણનીતિ અને પ્રચારમાં ડૂબેલા છે. પ્રજાના મૂળભૂત પ્રશ્નો સાંભળનાર કોઈ ન હોવાથી લોકો હવે ચૂંટણી કંટ્રોલ રૂમનો સહારો લઈ રહ્યા છે. ટૂંકા ગાળામાં ચૂંટણીની તૈયારી કરવાની હોવાથી તંત્ર માટે પણ પ્રજાના પ્રશ્નો અને ચૂંટણી કામગીરી વચ્ચે સંતુલન જાળવવું પડકારજનક બન્યું છે.
કાર્યકરોની નારાજગી કેમ?
પાલડી વોર્ડમાં એક જ પરિવારના દબદબાને કારણે નવા ચહેરાઓને તક મળતી નથી. ભાજપ જ્યારે ‘નો રિપીટ’ ની વાતો કરે છે ત્યારે જૂના જોગીઓને જ ફરી તક અપાતા સંગઠનમાં ભડકો થવાની શક્યતા છે.
