ગુજરાતમાં આગામી 26મી એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને પોલીસ તંત્ર સજ્જ થયું છે. રાજ્ય પોલીસ વડા (DGP) ડૉ. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.
એડીજીપી અમિત વિશ્વકર્મા બન્યા નોડલ ઓફિસર
ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે એટીએસ (ATS) ના એડીજીપી અમિત વિશ્વકર્માની નોડલ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેમની દેખરેખ હેઠળ સમગ્ર રાજ્યમાં ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવશે.
હિસ્ટ્રીશીટરો અને ફરાર આરોપીઓ પર તવાઈ
DGP એ વિડિયો કોન્ફરન્સ દ્વારા તમામ જિલ્લા પોલીસ વડાઓને નીચે મુજબના કડક આદેશો આપ્યા છે:
-
પાસા (PASA) હેઠળ કાર્યવાહી: અસામાજિક તત્વો સામે મહત્તમ પાસાના કેસ નોંધવા સૂચના.
-
હિસ્ટ્રીશીટરો પર વોચ: દરેક વિસ્તારના નામચીન ગુનેગારો અને હિસ્ટ્રીશીટરો સામે કડક પગલાં લેવા આદેશ.
-
ફરાર આરોપીઓની ધરપકડ: લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશ.
કાયદો અને વ્યવસ્થાની કડક સમીક્ષા
આગામી ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસના તમામ યુનિટોને સક્રિય કરી દેવામાં આવ્યા છે. આચારસંહિતાના અમલ સાથે સોશિયલ મીડિયા અને સંવેદનશીલ વિસ્તારો પર પણ ખાસ નજર રાખવામાં આવશે. હાલ આચારસંહિતાની અમલ સાથે ચૂંટણી પ્રક્રિયા અનુસંધાનમાં આખરી ઓપ આપવા માટે એટીએસના એડીજીપી અમિત વિશ્વકર્માની નોડલ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. વીડિયો કોન્ફરન્સમાં પોલીસના તમામ યુનિટોને કાર્યવાહી કરવા, પાસાના મહત્તમ કેસ નોંધવા, ખાસ કરીને લાંબા સમયથી ફરાર આરોપીઓ ઝડપી લેવા તેમજ હિસ્ટ્રીશીટર સામે કડક પગલા લેવા માટે સૂચનો કરાયા છે.
