Gujarat Plus
Breaking News
એન્ટરટેનમેન્ટ

1 દિવસમાં 12 શોર્ટ ફિલ્મ અને 2 ફોટોશૂટ! 83 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચનની જીતોડ મહેનત, બોલ્યા- ‘કામ એ કામ છે’

1 દિવસમાં 12 શોર્ટ ફિલ્મ અને 2 ફોટોશૂટ! 83 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચનની જીતોડ મહેનત, બોલ્યા- 'કામ એ કામ છે'

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આજે 83 વર્ષના થઈ ચૂક્યા છે. પરંતુ આ ઉંમરે પણ તેમની સ્ફૂર્તિ કોઈ યુવા સ્ટાર કરતાં ઓછી નથી. રોજ કલાકો સુધી શૂટિંગ કરવું અને મોડી રાત્રે બ્લોગ લખવો, આ તેમનો વર્ષો જૂનો નિયમ છે. તાજેતરમાં જ બિગ બીએ તેમના નવા બ્લોગમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે કેવી રીતે તેમણે માત્ર એક જ દિવસમાં 12 શોર્ટ ફિલ્મોનું શૂટિંગ પૂરું કર્યું છે.

બિગ બીએ બ્લોગમાં શું લખ્યું?

અમિતાભ બચ્ચને પોતાના ઓફિશિયલ બ્લોગમાં ચાહકો સાથે આ વાત શેર કરી છે. તેમણે લખ્યું:

“કામ એ કામ છે… કામ એ કામ છે… કામ એ કામ છે…!!! આજે 12 શોર્ટ ફિલ્મો શૂટ કરી અને બે ફોટોશૂટ પૂરા કર્યા. હવે હું તમારા બધા માટે આ બ્લોગ લખી રહ્યો છું. કોઈપણ વિલંબ વિના ફેન્સ સાથે જોડાયેલા રહેવું એ પણ તો એક કામ જ છે! બાકી બધું ચાલતું રહેશે, પણ આ કામ અટકવું ન જોઈએ.”

બિગ બીની આ મહેનત જોઈને તેમના ફેન્સ સોશિયલ મીડિયા પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.

‘કલ્કિ 2898 AD’ ના સીક્વલમાં જોવા મળશે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અમિતાભ બચ્ચન હાલમાં ડિરેક્ટર નાગ અશ્વિનની ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ (Kalki 2898 AD) ના બીજા ભાગના શૂટિંગમાં વ્યસ્ત છે. આ એક માયથોલોજીકલ સાયન્સ-ફિક્શન ફિલ્મ છે.

આ ફિલ્મના બીજા ભાગનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અહેવાલો અનુસાર, કલ્કિના આ સીક્વલમાં અમિતાભ બચ્ચન અને સાઉથના સુપરસ્ટાર કમલ હાસન વચ્ચે એક જોરદાર ફાઇટ સીન જોવા મળવાનો છે.

દીપિકા પાદુકોણની જગ્યાએ તૃપ્તિ ડિમરીની એન્ટ્રી

તમને જણાવી દઈએ કે કલ્કિ 2898 AD નો પહેલો ભાગ વર્ષ 2024 માં રિલીઝ થયો હતો. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મની વાર્તા ભવિષ્યના કાશી શહેર અને ભગવાન વિષ્ણુના છેલ્લા અવતાર ‘કલ્કિ’ ની આસપાસ વણાયેલી છે.

ફિલ્મના પહેલા ભાગમાં પ્રભાસ, અમિતાભ બચ્ચન અને કમલ હાસનની સાથે દીપિકા પાદુકોણ મુખ્ય રોલમાં હતી. પરંતુ, બીજા ભાગમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે બીજા ભાગમાં દીપિકાની જગ્યાએ નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરી જોવા મળશે.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

એક્સ્ટ્રા મેરિટલ અફેરની ચર્ચા વચ્ચે Thalapathy Vijayના પુત્રનો મોટો નિર્ણય, નામમાંથી હટાવ્યો પિતાનો અક્ષર

praxpatel

અમીષા પટેલ મિસાઈલ હુમલા વચ્ચે ફસાઈ: ન્યૂયોર્કથી મુંબઈ આવતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, અભિનેત્રીએ વ્યક્ત કરી ચિંતા

praxpatel

‘હું એવા લગ્ન નથી ઈચ્છતો…’: ઐશ્વર્યા સાથેના સંબંધો અને ટ્રોલ્સ પર અભિષેક બચ્ચને તોડ્યું મૌન

praxpatel