વિલ યંગની સરપ્રાઇઝ એન્ટ્રી; ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે. બંને દેશો વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે. પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન કીવી ટીમના દિગ્ગજ ખેલાડી કેન વિલિયમસને અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ (Retirement) જાહેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. હવે બાકીની બે ટેસ્ટ મેચ માટે વિલ યંગ ને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
14 જૂને ઇંગ્લેન્ડ પહોંચશે વિલ યંગ
33 વર્ષીય વિલ યંગ 14 જૂને ઇંગ્લેન્ડ પહોંચશે. તે સોમવારથી જ કીવી ટીમ સાથે ટ્રેનિંગ સેશનમાં ભાગ લેશે. ભારત સામેની ઐતિહાસિક ટેસ્ટ સીરીઝમાં વિલ યંગે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે વર્ષ 2024 ના ભારતના પ્રવાસ દરમિયાન 6 ઇનિંગ્સમાં 244 રન બનાવ્યા હતા. આ શાનદાર પ્રદર્શન માટે તેને ‘પ્લેયર ઓફ ધ સીરીઝ’ નો એવોર્ડ પણ મળ્યો હતો.
વિલ યંગે અત્યાર સુધી 23 ટેસ્ટ મેચ રમી છે. જો કે, તેણે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ડિસેમ્બર 2025 માં રમી હતી. હવે વિલિયમસનની વિદાય બાદ ટોપ ઓર્ડરમાં તેની ભૂમિકા ખૂબ મહત્વની રહેશે.
નિવૃત્તિ બાદ પણ વિલિયમસન ટીમની સાથે રહેશે
કેન વિલિયમસને 12 જૂને નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું, “હું હજુ થોડા દિવસો માટે ટીમની સાથે રહીશ, પરંતુ ખેલાડીઓને સ્પેસ પણ આપીશ. હું લાંબા સમયથી આ ટીમનો ભાગ રહ્યો છું. હવે આપણે અહીંથી આગળ વધવા માટે પગલાં ભરવા પડશે.”
બીજી ટેસ્ટની વિગત: સીરીઝની બીજી ટેસ્ટ મેચ 17 જૂનથી ધ ઓવલ (The Oval) ના મેદાન પર રમાશે. પ્રથમ ટેસ્ટ લોર્ડ્સમાં રમાઈ હતી, જે ઇંગ્લેન્ડે જીતી લીધી હતી.
ઇંગ્લેન્ડની ટીમમાં પણ થયા બે મોટા ફેરફાર
બીજી ટેસ્ટ મેચ પહેલા માત્ર ન્યૂઝીલેન્ડ જ નહીં, પરંતુ યજમાન ઇંગ્લેન્ડની ટીમમાં પણ ફેરફાર જોવા મળ્યા છે. ઇંગ્લેન્ડે બીજા ટેસ્ટ માટે પોતાના સ્ક્વોડમાં બે ફેરફાર કર્યા છે:
-
કેપ્ટન બેન સ્ટોક્સ અને ગસ એટકિન્સન ને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.
-
તેમની જગ્યાએ ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને જોર્ડન કોક્સ નો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
-
< /p>
