Gujarat Plus
Breaking News
અન્યએન્ટરટેનમેન્ટતાજા સમાચાર

મેથ્યુ પેરી મોત કેસ: ‘કેટામાઈન ક્વિન’ જસવીન સંઘાને 15 વર્ષની જેલ, કોર્ટમાં રડી પડી ભારતીય મૂળની મહિલા

લોકપ્રિય ટીવી શો ‘ફ્રેન્ડ્સ’ (Friends) ના સ્ટાર મેથ્યુ પેરી ના મૃત્યુના કેસમાં લોસ એન્જલસની કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. ‘કેટામાઈન ક્વિન’ તરીકે જાણીતી ભારતીય મૂળની ડ્રગ ડીલર જસવીન સંઘાને 15 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. મેથ્યુ પેરીને જીવલેણ ડ્રગ્સ સપ્લાય કરવા બદલ તેને દોષિત ઠેરવવામાં આવી છે.

કોણ છે જસવીન સંઘા?

જસવીન સંઘા (42 વર્ષ) બ્રિટનમાં જન્મેલી ભારતીય મૂળની મહિલા છે. તે હોલિવૂડની હાઈ પ્રોફાઇલ સેલિબ્રિટીઝને ડ્રગ્સ સપ્લાય કરતી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે તે પોતાને ‘VIP સેલિબ્રિટીઝ’ ની સ્પેશિયલ ડીલર ગણાવતી હતી. તેના ઘરેથી પોલીસને ડ્રગ્સનો મોટો જથ્થો અને રોકડ ગણવાનું મશીન પણ મળી આવ્યું હતું.

મેથ્યુ પેરી નું મૃત્યુ અને ડ્રગ્સ કનેક્શન

ઓક્ટોબર 2023માં મેથ્યુ પેરી તેના ઘરના હોટ ટબમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેનું મોત ‘કેટામાઈન’ ના ઓવરડોઝને કારણે થયું હતું.

  • જસવીને મેથ્યુના મૃત્યુના થોડા દિવસ પહેલા જ તેને કેટામાઈનની 25 બોટલો વેચી હતી.

  • દરોડા દરમિયાન જસવીનના ઘરેથી કેટામાઈનની 79 બોટલો અને કોકેન પણ મળી આવ્યું હતું.

કોર્ટમાં રડી પડી ‘કેટામાઈન ક્વિન’

સજા સંભળાવતી વખતે જસવીન સંઘા કોર્ટમાં રડી પડી હતી અને માફી માંગી હતી. જોકે, ન્યાયાધીશે તેની દલીલો ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું કે ધરપકડ બાદ તેનામાં કોઈ પસ્તાવો જોવા મળ્યો નહોતો. મેથ્યુ પેરીના પરિવારે પણ કોર્ટમાં હાજર રહીને જસવીનને કડક સજા કરવાની માંગ કરી હતી.

અન્ય આરોપીઓને પણ થઈ સજા

આ કેસમાં જસવીન સિવાય અન્ય 4 લોકો પણ સામેલ હતા:

  • ડો. પ્લાસેન્સિયા: 30 મહિનાની જેલની સજા.

  • ડો. માર્ક ચાવેઝ: હોમ ડિટેન્શનની સજા.

  • મેથ્યુ પેરીના પર્સનલ આસિસ્ટન્ટને પણ આ મામલે દોષિત ગણવામાં આવ્યો છે.

સંબંધિત પોસ્ટ્સ

ધુરંધર 2’ એ રિલીઝ પહેલા જ પેઇડ પ્રિવ્યૂમાં રેકોર્ડ બનાવી દીધો

ANIL PATEL

મહેસૂલ વિભાગના વર્ગ-3 કર્મચારીઓની આંતરિક બદલી હવે કલેક્ટર કરશે: રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

praxpatel

PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર: ‘રાજકીય ફાયદા માટે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહ્યું છે વિપક્ષ’

praxpatel