બોલિવૂડના ખિલાડી અક્ષય કુમાર (Akshay Kumar) પોતાની આગામી મલ્ટિસ્ટારર ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મની રિલીઝ પહેલા ગુરુવારે અક્ષય કુમારે માતા વૈષ્ણોદેવીના દર્શન કર્યા હતા. આ પવિત્ર મંદિર જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા પહાડીઓ પર આવેલું છે. મંદિરની મુલાકાતનો અક્ષય કુમારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ચાહકો સાથે લીધી સેલ્ફી
વાયરલ વીડિયોમાં અક્ષય કુમાર કડક સુરક્ષા વચ્ચે જોવા મળી રહ્યો છે. અક્ષય કુમારને પોતાની સામે જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા હતા. ચાહકોએ તેમની સાથે ફોટો અને સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અક્ષય કુમારે સફેદ કલરનો કુર્તો-પાયજામો પહેર્યો હતો. તેઓ ખુલ્લા પગે માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા.
‘વેલકમ ટુ ધ જંગલ’ આ દિવસે થશે રિલીઝ
અહેમદ ખાનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ ૨૬ જૂન ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૩માં શરૂ થયું હતું. જોકે, કોઈને કોઈ કારણે ફિલ્મની રિલીઝ ડેટ ઘણી વખત બદલવામાં આવી હતી. આ ફિલ્મનું ટ્રેલર અને પોસ્ટર રિલીઝ થયા બાદથી જ સોશિયલ મીડિયા પર જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે.
Khiladi #AkshayKumar seeks blessings at Mata Vaishno Devi Temple today 🙏❤️ pic.twitter.com/vfy3AhVoQg
— Shivam Jha (@Shivam_Akkian) June 18, 2026
૩૪ દિગ્ગજ કલાકારોની ધમાકેદાર કાસ્ટ
આ ફિલ્મમાં બોલિવૂડના ઘણા મોટા કલાકારો એકસાથે જોવા મળશે. ફિલ્મમાં અંદાજે ૩૪ જાણીતા કલાકારો કામ કરી રહ્યા છે. અક્ષય કુમાર સિવાય ફિલ્મમાં સુનિલ શેટ્ટી, દિશા પાટની, જેકલીન ફર્નાન્ડીઝ, રવીના ટંડન, લારા દત્તા, અર્શદ વારસી અને જેકી શ્રોફ જેવા સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં છે.
અક્ષય કુમારની આગામી ફિલ્મો
અક્ષય કુમારની અગાઉની ઘણી ફિલ્મો ફ્લોપ રહી હતી. પરંતુ આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ભૂત બંગલા’ સુપરહિટ સાબિત થઈ હતી. આ હોરર-કોમેડી ફિલ્મે દુનિયાભરમાં ₹270.79 કરોડની કમાણી કરી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ‘વેલકમ ટુ ધ જંગલ’ બોક્સ ઓફિસ પર કેવો કમાલ કરે છે.
< /p>
