અમદાવાદ એરપોર્ટ નજીક દુબઈથી આવેલા બે મુસાફરો પાસેથી ૬૪ લાખ રૂપિયાના ૬૦૦ ગ્રામ સોનાની લૂંટ ચલાવવાનો એક ચોંકાવનારો Ahmedabad Crime સામે આવ્યો છે. આ કેસની તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે આ ગુનાના માસ્ટરમાઇન્ડ ખુદ પોલીસ કર્મચારીઓ જ નીકળ્યા છે.
બોલેરો ગાડીમાં અપહરણ કરીને ચલાવી લૂંટ
ગત ૨૭ જૂનના રોજ દુબઈથી સોનું લઈને આવેલા બે મુસાફરો એરપોર્ટથી બહાર નીકળ્યા હતા.
ત્યારે એક મહિલા અને ચાર શખસોએ બોલેરો ગાડીમાં તેમનું અપહરણ કર્યું હતું. મુસાફરોને માર મારીને એપોલો સર્કલ સુધી લઈ જઈ તેમની પાસેથી સોનું લૂંટી લેવામાં આવ્યું હતું.
૩ આરોપીઓની થઈ ધરપકડ
એરપોર્ટ પોલીસે ચાર અલગ-અલગ ટીમો બનાવીને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
પોલીસે અમરાઈવાડીની સામાજિક કાર્યકર હોવાનો દાવો કરતી પારુલ મિસ્ત્રી, ડાંગ પોલીસના કર્મચારી કૃપારાવ અને નટવરલાલ પરમારની ધરપકડ કરી લીધી છે.
કેવી રીતે રચાયું કાવતરું?
ડાંગ પોલીસમાં નોકરી કરતા આરોપીને દુબઈથી સોનું આવવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે તેણે અન્ય સભ્યો સાથે મળીને લૂંટનું પ્લાનિંગ કર્યું હતું.
પારુલ મિસ્ત્રીએ વોચર તરીકે કામ કરીને લૂંટ માટે હિન્ટ આપી હતી.
અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ
આ કેસમાં અમદાવાદ શહેર પોલીસમાં નોકરી કરતા મહિપાલસિંહ રાઠોડ અને મુકેશ કુવર સહિત અન્ય ત્રણ લોકોના નામ પણ સામે આવ્યા છે.
પોલીસની અલગ-અલગ ટીમો હાલમાં આ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
