પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ Tirupati Balaji ખાતે માથું મુંડન કરાવીને વાળ દાન કરવાની પરંપરા વર્ષો જૂની છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ પૂર્ણ આસ્થા સાથે પોતાના વાળ દાન કરે છે. લોકો આ પરંપરાને ભગવાન પ્રત્યે સમર્પણ અને નમ્રતાનું પ્રતીક માને છે.
ઘણા લોકો પોતાની મનોકામના પૂર્ણ થવા પર અથવા કોઈ ખાસ સંકલ્પ હેઠળ અહીં આવીને વાળ દાન કરે છે.
વાળ દાન કરવા પાછળની પૌરાણિક કથા
તિરુપતિમાં વાળ દાન કરવા પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે. કથા અનુસાર, જ્યારે ભગવાન વેંકટેશ્વરના લગ્ન દેવી પદ્માવતી સાથે થયા હતા, ત્યારે લગ્ન પહેલાં કન્યા પક્ષને ખાસ શુલ્ક આપવાનું હતું.
ભગવાન આ શુલ્ક ચૂકવવામાં અસમર્થ હતા. તેથી તેમણે કુબેર મહારાજ પાસેથી દેવું લીધું હતું. તેમણે કળિયુગના અંત સુધી આ દેવું ચૂકવવાનું વચન આપ્યું હતું.
લક્ષ્મીજીનું વચન
ભગવાન વેંકટેશ્વરે દેવી લક્ષ્મીજી તરફથી વચન આપ્યું હતું કે, જે ભક્ત આ દેવું ચૂકવવામાં મદદ કરશે, માતા લક્ષ્મી તેમને તેનાથી દસ ગણું વધુ ધન આપશે. આ જ કારણ છે કે શ્રદ્ધાળુઓ પોતાના વાળ દાન કરીને ભગવાન વિષ્ણુનું દેવું ચૂકવવામાં તેમની મદદ કરે છે.
કોણ છે ભગવાન વેંકટેશ્વર?
આંધ્રપ્રદેશના તિરુમલામાં આવેલું આ મંદિર દેશના સૌથી પ્રસિદ્ધ તીર્થસ્થળોમાંથી એક છે. તિરુમલાની પહાડીઓ પર આવેલા આ મંદિરમાં હંમેશાં ભક્તોની ભારે ભીડ રહે છે. અહીં બિરાજમાન ભગવાન વેંકટેશ્વરને બાલાજી અને શ્રીનિવાસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ મુજબ ભગવાન વેંકટેશ્વર એ ભગવાન વિષ્ણુનો જ અવતાર છે. શ્રદ્ધાપૂર્વક તેમના દર્શન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે માનવજાતના કલ્યાણ માટે ભગવાન વિષ્ણુએ આ સ્થાન પર અવતાર લીધો હતો.
તમે જ્યારે પણ Tirupati Balaji ના દર્શન કરવા જાઓ ત્યારે આ ધાર્મિક પરંપરાનું વિશેષ મહત્વ જોવા મળે છે.
