ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ૧ ઓગસ્ટના રોજ રાજ્યના ૨૩૪ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સ્થિતિની ગંભીરતાને જોતા વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.
૬ જિલ્લાઓમાં ‘રેડ એલર્ટ’ અને ૧૩માં ‘ઓરેન્જ એલર્ટ’
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ૬ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે:
-
અમદાવાદ
-
સુરેન્દ્રનગર
-
રાજકોટ
-
ભાવનગર
-
મોરબી
-
બોટાદ
આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને કચ્છ સહિત અન્ય ૧૩ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
મોરબીમાં આફતનો ૮ ઈંચથી વધુ વરસાદ
૧ ઓગસ્ટે સવારે ૬ વાગ્યાથી બપોરે ૪ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ મોરબીમાં નોંધાયો છે:
-
મોરબી તાલુકો: ૨૧૧ મીમી (૮.૩૧ ઈંચ)
-
ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર): ૧૭૬ મીમી
-
ટંકારા (મોરબી): ૧૭૧ મીમી
૨૭,૮૫૬ લોકોનું સ્થળાંતર, NDRF-SDRF તૈનાત
પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે NDRFની ૧૭ ટીમો, SDRFની ૩૩ પ્લાટુન અને આર્મીની ૬ ટીમો તૈનાત કરાઈ છે.
-
નીચાણવાળા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં ૨૭,૮૫૬ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.
-
સૌથી વધુ નવસારીમાંથી ૧૧,૫૯૦ અને સુરતમાંથી ૧૧,૧૭૯ લોકોનું સ્થળાંતર કરાયું છે.
-
પૂરના પાણીમાં ફસાયેલા ૫૩ લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

રાજ્યના ૨૨ ડેમ હાઈ એલર્ટ પર
ભારે વરસાદથી જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે:
-
રાજ્યના ૨૨ ડેમ હાલ હાઈ એલર્ટ પર છે.
-
આમાંથી ૧૫ ડેમ ૧૦૦% કે તેથી વધુ ભરાઈ ચૂક્યા છે.
-
૮ ડેમ એલર્ટ પર અને ૧૧ વોર્નિંગ લેવલ પર રાખવામાં આવ્યા છે.
આગામી કલાકો માટે ચેતવણી
કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદમાં ભારે પવન (૪૧ થી ૬૧ કિમી/કલાક) અને ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
ક્યાં કેટલો વરસાદ(1 ઓગસ્ટે સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીના આંકડા…)
