મધ્ય પ્રદેશ ના બાલઘાટ જિલ્લામાંથી એક હૃદયકંપાવનારો કિસ્સો સામે આવ્યો છે. વારાસિવની તાલુકાના નાંદગામમાં સામાજિક બદનામીના ડરથી એક પિતાએ પોતાની અવિવાહિત દીકરીના નવજાત બાળકને જીવતું જ દાટી દીધું હતું.
આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે.
પ્રેગ્નેન્સી છુપાવવાનો પ્રયાસ અને બાળજનો જન્મ
મળતી માહિતી મુજબ, ગોપીટોલા ગામમાં રહેતી એક યુવતીને પ્રેમ પ્રબંધ હતો. યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી. પરિવારના લોકોએ આ વાત છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.
૨૯ અને ૩૦ જુલાઈની મધ્યરાત્રિએ યુવતીને પ્રસવ પીડા ઉપડી હતી. તેણે ઘરમાં જ બાળકને જન્મ આપ્યો હતો. બાળકનો જન્મ થતાં જ પરિવારમાં હડકંપ મચી ગયો હતો.
નાનાએ માસુમને ગોબરમાં દાટ્યું
સમાજમાં બદનામી થશે તેવા ડરથી યુવતીના પિતા (બાળકના નાના) ધારાસિંહ મડાવીએ એક ખૌફનાક પગલું ભર્યું. તેણે નવજાત બાળકના મોં અને ગળા પર કપડું બાંધી દીધું. ત્યારબાદ તેને ઘરની પાછળ બનેલા ગોબરના ઢગલા (ઉકરડા)માં જીવતો જ દાટી દીધો.
પડોશીઓએ પોલ ખોલી
૩૦ જુલાઈની રાત્રે પડોશીઓએ બાળકના રોવાનો અવાજ સાંભળ્યો હતો. સવારે જ્યારે પડોશીઓએ પૂછપરછ કરી ત્યારે પરિવારે ગોળ-ગોળ જવાબો આપ્યા.
શંકા જતાં આંગણવાડીની આશા વર્કરને બોલાવવામાં આવી. આશા વર્કરે પુષ્ટિ કરી કે યુવતી ગર્ભવતી હતી. આ પછી ૩૧ જુલાઈએ સરપંચ અને ગ્રામજનોની બેઠક યોજાઈ હતી.
પાપ છુપાવવા નાનાએ ઝેર ખાધું
પોતાનું પાપ છતું થતાં જ નાના ધારાસિંહ મડાવીએ કીટનાશક (ઝેર) ગટગટાવી લીધું. તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ગામના લોકોએ તરત જ આ અંગે પોલીસને જાણ કરી હતી.
પોલીસે મૃતદેહ બહાર કાઢ્યો
૧ ઓગસ્ટે નાયબ તહસીલદાર, ડોક્ટર અને પોલીસની હાજરીમાં ગોબરના ઢગલામાંથી નવજાત શિશુનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બે દિવસ સુધી ગોબરમાં દટાયેલા રહેવાથી માસુમ બાળકનું મોત થઈ ચૂક્યું હતું.
હાલ વારાસિવની પોલીસ આ મામલે આગળની કાનૂની કાર્યવાહી કરી રહી છે
