Gujarat Plus
Breaking News
રાષ્ટ્રીય

ભાડે લીધેલી કાર વેચીને ફરી ચોરી લીધી; લો ના વિદ્યાર્થીઓનો અજીબ ખુલાસો

ભાડે લીધેલી કાર વેચીને ફરી ચોરી લીધી; લો ના વિદ્યાર્થીઓનો અજીબ Bhind Crime નો ખુલાસો

Bhind Crime : મધ્ય પ્રદેશના ભીંડ જિલ્લામાંથી એક અનોખો અને ચોંકાવનારો નો કિસ્સો સામે આવ્યો છે. અહીં બરોહી થાણા પોલીસ અને સાયબર સેલે ચાર પૈડાંવાળા વાહનોની ચોરી કરતી એક શાતિર ગેંગનો પર્દાફાશ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

આ આરોપીઓમાં કાયદાનો (Law) અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ સામેલ છે, જેઓ ચોરી કરવાની અજીબ પદ્ધતિ અપનાવતા હતા.

દીકરીની બીમારીનું બહાનું બતાવી કાર વેચી

પોલીસના જણાવ્યા અનુસાર, ૨૧ જુલાઈ ૨૦૨૬ના રોજ પવન ભદોરિયા નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી. તેમણે એક વ્યક્તિ પાસેથી રૂ. ૪ લાખમાં વેગનઆર કાર ખરીદવાનો સોદો કર્યો હતો.

આરોપીએ પોતાની દીકરીની બીમારીનું બહાનું બતાવીને તાત્કાલિક પૈસાની જરૂર હોવાનું કહ્યું હતું. ખરીદદારે રૂ. ૧.૬૮ લાખ આપીને કાર લીધી હતી.

ઘર બહારથી કાર ગાયબ થઈ ગઈ

૨૬ જુલાઈની રાત્રે ખરીદદારે કાર પોતાના ઘરની બહાર પાર્ક કરી હતી. પરંતુ બીજી સવારે કાર ગાયબ મળી આવી હતી.

તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી કે કેટલાક યુવકો ભાડે કાર લેતા હતા. ત્યારબાદ કારના નકલી કાગળો બનાવીને બીજા વ્યક્તિને વેચી દેતા હતા.

GPS ની મદદથી કાર ચોરી કરતા

આરોપીઓ કાર વેચતા પહેલાં તેમાં જીપીએસ (GPS) ડિવાઇસ લગાવી દેતા હતા. તેનાથી તેમને કારનું લોકેશન મળતું રહેતું હતું.

થોડા દિવસો પછી લોકેશન ટ્રેક કરીને તેઓ તે જ કાર ચોરી કરી લેતા હતા. આ પછી કાર જેની પાસેથી ભાડે લીધી હોય તેને પાછી સોંપી દેતા હતા.

ત્રણ આરોપીઓની ધરપકડ

પોલીસે ગ્વાલિયરના મયંક રાઠોડ, પ્રશાંત રાઠોડ અને ભીંડના ધર્મેન્દ્ર રાવતની ધરપકડ કરી છે. તેમની પાસેથી ચોરાયેલી કાર, નકલી રજિસ્ટ્રેશન કાર્ડ અને રૂ. ૩૦ હજાર રોકડા મળી આવ્યા છે.

હાલમાં પોલીસ ગેંગના અન્ય બે ફરાર સભ્યોની શોધખોળ કરી રહી છે.

સંબંધિત પોસ્ટ્સ

‘ભારતનો ડેટા ટ્રમ્પને સોંપાયો…’ આસામમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર

praxpatel

માનવતા શરમાઈ: દીકરાઓએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા તો પિતાના શવને કાંધ આપવા કોઈ ન આવ્યું, સાયકલ પર બાંધીને સ્મશાન લઈ જવું પડ્યું

praxpatel

શિક્ષકો ક્લાસમાં બાળકોને અપમાનિત ન કરી શકે, વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટની ટકોર

praxpatel