Gujarat Plus
Breaking News
તાજા સમાચારસ્પોર્ટ્સ

સંજુ સેમસનનો મોટો ધડાકો: ધોની-રૈનાને પછાડી IPLમાં આ કારનામું કરનાર બન્યો સૌથી ઝડપી ભારતીય

સંજુ સેમસન નો મોટો ધડાકો: ધોની-રૈનાને પછાડી IPLમાં આ કારનામું કરનાર બન્યો સૌથી ઝડપી ભારતીય

IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાઈ રહેલી મેચમાં સંજુ સેમસને ઈતિહાસ રચી દીધો છે. ચેન્નાઈ તરફથી ઓપનિંગમાં ઉતરેલા સંજુ સેમસને પોતાની ઈનિંગ દરમિયાન એક એવો રેકોર્ડ બનાવ્યો છે, જેણે સુરેશ રૈના અને એમએસ ધોની જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.

IPLમાં 5000 રન પૂરા કરનાર સૌથી ઝડપી ભારતીય

ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં પોતાની ઈનિંગનો ત્રીજો રન પૂરો કરતાની સાથે જ સંજુ સેમસને IPLમાં 5000 રન પૂરા કર્યા છે. મહત્વની વાત એ છે કે, સંજુ હવે સૌથી ઓછી બોલમાં 5000 રન પૂરા કરનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડી બની ગયો છે.

  • સંજુ સેમસન: 3555 બોલમાં 5000 રન પૂરા કર્યા.

  • સુરેશ રૈના: 3620 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી.

  • MS ધોની: 3691 બોલમાં 5000 રનનો આંકડો પાર કર્યો હતો.

વિશ્વમાં માત્ર એબી ડિવિલિયર્સ અને વોર્નર આગળ

જો ઓવરઓલ IPL રેકોર્ડની વાત કરીએ તો, સૌથી ઓછી બોલમાં 5000 રન બનાવવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલિયર્સના નામે છે.

  1. એબી ડિવિલિયર્સ: 3288 બોલ

  2. ડેવિડ વોર્નર: 3554 બોલ

  3. સંજુ સેમસન: 3555 બોલ

સેમસનનું IPL કરિયર

જોકે, આ રેકોર્ડ બનાવ્યા બાદ સેમસન 11 રન બનાવી આઉટ થઈ ગયો હતો. અત્યાર સુધીમાં સંજુ સેમસને 185 મેચમાં 31.69ની સરેરાશથી 5008 રન બનાવ્યા છે. જેમાં 5 સદી અને 26 અર્ધસદીનો સમાવેશ થાય છે. આ સીઝનમાં પણ સેમસને અત્યાર સુધી 2 શાનદાર સદી ફટકારી છે.

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદ- ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી, ₹20,665 કરોડ ખર્ચાશે

praxpatel

અમદાવાદમાં વૃદ્ધ સાથે જબરી ઠગાઈ, કાર્ડ વેલિડિટી ચેક કરવાના બહાને 2.38 લાખનો ચુનો લગાવ્યો

aminparmar

રોહિત શર્માને મળ્યો પદ્મશ્રી એવોર્ડ! રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યું ભવ્ય સન્માન

praxpatel