Gujarat Plus
Breaking News
ક્રાઇમગુજરાતતાજા સમાચાર

બહુચર્ચિત ઉના કાંડ કેસમાં વેરાવળ કોર્ટનો મોટો ચુકાદો: 5 આરોપીઓ દોષિત, 37 નિર્દોષ જાહેર

ઉના

Una Dalit Case Verdict: ગીર સોમનાથ જિલ્લાના ચકચારી ‘ઉના દલિત કાંડ’ કેસમાં આજે વેરાવળ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસના કુલ 42 આરોપીઓમાંથી કોર્ટે 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે 37 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

આવતીકાલે સજાની જાહેરાત

વેરાવળ કોર્ટે આજે માત્ર દોષિતોના નામ જાહેર કર્યા છે. આ 5 દોષિતોને કેટલી સજા થશે, તેની જાહેરાત કોર્ટ દ્વારા આવતીકાલે એટલે કે મંગળવારે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કેસ દરમિયાન 2 આરોપીઓના મોત પણ નિપજ્યા છે.

શું હતો સમગ્ર ઉના કાંડ?

આ ઘટના 11 જુલાઈ, 2016ના રોજ બની હતી. ઉનાના મોટા સમઢિયાળા ગામમાં દલિત સમાજના સભ્યો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.

  • દલિત સમાજના સાત સભ્યો મરેલી ગાયનું ચામડું કાપી રહ્યા હતા.

  • આરોપીઓએ “ગાયો કેમ કાપો છો?” તેમ કહીને તેમને અટકાવ્યા હતા.

  • પીડિતોને કાર સાથે બાંધીને લાકડીઓ અને પાઇપ વડે નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો.

દેશભરમાં પડ્યા હતા ઘેરા પ્રત્યાઘાત

આ ઘટનાના વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો હતો.

  1. ગુજરાતમાં હિંસાના 74 બનાવો બન્યા હતા.

  2. આ પ્રદર્શનમાં એક પોલીસ કર્મીએ જીવ ગુમાવ્યો હતો.

  3. કરોડો રૂપિયાની જાહેર મિલકતોને નુકસાન થયું હતું. આ કેસમાં 4 પોલીસ અધિકારીઓ સહિત કુલ 42 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.


સંબંધિત પોસ્ટ્સ

રમતા-રમતા ગુમ થઈ બે બહેનો, 36 કલાક બાદ ક્ષત-વિક્ષત હાલતમાં મળ્યા મૃતદેહ

praxpatel

IPL ના ક્રેઝથી પાકિસ્તાન બોખલાયું: PSL છોડી ભારત આવતા ખેલાડીઓને PCB ચીફની ખુલ્લી ધમકી

praxpatel

રશિયા અને ઈરાનની દોસ્તીએ અમેરિકાનું ટેન્શન વધાર્યું! પુતિને કહ્યું- ‘અમે ઈરાન સાથે ઉભા છીએ’

praxpatel