Gujarat Plus
Breaking News
રાષ્ટ્રીય

ટ્વિશા શર્મા કેસ: પતિ સમર્થ સિંહે જબલપુર કોર્ટમાં સરેન્ડર કરવાનો પ્રયાસ કર્યો, જજે કહ્યું- ‘ભોપાલ જાઓ’

ટ્વિશા શર્મા કેસ: પતિ સમર્થ સિંહે જબલપુર કોર્ટમાં સરેન્ડર કરવાનો પ્રયાસ કર્યો, જજે કહ્યું- ‘ભોપાલ જાઓ’

મધ્યપ્રદેશના ચર્ચિત ટ્વિશા શર્મા શંકાસ્પદ મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસનો ફરાર મુખ્ય આરોપી અને ટ્વિશાનો પતિ સમર્થ સિંહ શુક્રવારે જબલપુર જિલ્લા કોર્ટમાં સરેન્ડર કરવા પહોંચ્યો હતો. જો કે, કોર્ટે તેને જબલપુરમાં સરેન્ડર કરાવવાની ના પાડી દીધી છે. જજે સમર્થ સિંહને ભોપાલ કોર્ટમાં જઈને સરેન્ડર કરવાના નિર્દેશ આપ્યા છે.

તમને જણાવી દઈએ કે સમર્થ સિંહ ગત 12 મેથી ફરાર હતો. ભોપાલ પોલીસે તેના પર 30 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. આ સિવાય તેની સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી હતી.

કેસમાં અત્યાર સુધીના 3 મોટા અપડેટ્સ:

1. સાસુ ગિરિબાલા સિંહના વકીલે કેસ છોડ્યો

આરોપી પતિ સમર્થ સિંહની માતા ગિરિબાલા સિંહ પણ આ કેસમાં આરોપી છે. તેમને પણ શુક્રવારે મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. તેમના વકીલ ઈનોશ જ્યોર્જ કાર્લોએ અચાનક આ કેસમાંથી પોતાના પગ પાછા ખેંચી લીધા છે. વકીલે અધવચ્ચે જ કેસ છોડી દેતા આરોપી પક્ષ મુશ્કેલીમાં મુકાયો છે.

2. દિલ્હી AIIMSની ટીમ ભોપાલ આવીને ફરી પીએમ કરશે

નોઈડાની રહેવાસી ટ્વિશા શર્માનું ભોપાલમાં શંકાસ્પદ મોત થયું હતું. આ મામલે મધ્યપ્રદેશ હાઈકોર્ટે શુક્રવારે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ટ્વિશાના શવનું બીજી વખત પોસ્ટમોર્ટમ (PM) કરવાનો આદેશ આપ્યો છે. ટ્વિશાનો પરિવાર શરૂઆતથી જ આરોપ લગાવી રહ્યો છે કે આ આત્મહત્યા નથી પણ હત્યાનું કાવતરું છે. હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે દિલ્હી એઇમ્સ (AIIMS)ના ડોક્ટરોની સ્પેશિયલ ટીમ વિશેષ વિમાન દ્વારા ભોપાલ આવશે અને આખી પ્રક્રિયા પૂર્ણ કરશે.

3. સુસાઈડના થોડા કલાકો પહેલાનો CCTV વીડિયો આવ્યો સામે

ટ્વિશા સુસાઈડ મિસ્ટ્રીમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ઘટનાના થોડા કલાકો પહેલાનો જ એક એક્સક્લુઝિવ સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યો છે. આ ફૂટેજ ભોપાલના એક બ્યુટી પાર્લરનો છે. ટ્વિશાએ મોતને વહાલ કરતા પહેલા પાર્લરમાં આશરે 3 કલાકનો સમય વિતાવ્યો હતો. વીડિયોમાં તે ખૂબ જ શાંત અને સામાન્ય દેખાઈ રહી છે. તે ત્યાં હેડ મસાજ કરાવી રહી હતી. આ ફૂટેજે હવે પોલીસ અને કાનૂની નિષ્ણાતોને મૂંઝવણમાં મૂકી દીધા છે કે સુસાઈડ કરતા પહેલા કોઈ આટલું શાંત કેવી રીતે રહી શકે?

સંબંધિત પોસ્ટ્સ

પદ્મ વિભૂષણ પંડવાની ગાયિકા તીજન બાઈનું નિધન, 70 વર્ષની વયે રાયપુર AIIMSમાં લીધા અંતિમ શ્વાસ

praxpatel

2-2 વખત ડૉક્યુમેન્ટ આપ્યા છતાં મતદાર યાદીમાંથી જજનું નામ ગાયબ, પૂર્વ જજે કહ્યું- ‘સમજાતું જ નથી..’

praxpatel

PM મોદી માટે ઇન્ડોનેશિયાએ આકાશ સજાવ્યું: ફાઇટર જેટ્સે આપ્યું ગાર્ડ ઓફ ઓનર, રાષ્ટ્રપતિએ તોડ્યો પ્રોટોકોલ

praxpatel