તમિલનાડુના પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈએ સત્તાવાર રીતે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ તેમણે પોતાનું નવું રાજકીય આંદોલન શરૂ કર્યું છે. અન્નામલાઈએ ‘વી ધ લીડર્સ’ (We The Leaders) નામનું નવું મુવમેન્ટ લોન્ચ કર્યું છે. આ આંદોલનને લોન્ચ થયાના થોડા જ કલાકોમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.
માત્ર ૧૦ કલાકમાં ૧૦ લાખ લોકો જોડાયા
અન્નામલાઈએ એક્સ (Twitter) પર એક પોસ્ટ દ્વારા પોતાની નવી સફરની જાહેરાત કરી હતી.
-
તેમણે ‘વી ધ લીડર્સ’ની સત્તાવાર વેબસાઈટની લિંક શેર કરી હતી.
-
આ મુવમેન્ટમાં માત્ર 10 કલાકમાં 10 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
-
અન્નામલાઈએ આ ઐતિહાસિક પ્રતિસાદ બદલ લોકોનો આભાર માન્યો છે.
-
તેમણે શિક્ષણ, આરોગ્ય, ટકાઉ વિકાસ અને યુવા નેતૃત્વ પર ભાર મૂક્યો છે.
-
પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું છે, “ચાલો આગળ વધીએ, કદમ ઉઠાવીએ અને બદલાવ લાવીએ.”
કોણ છે કે. અન્નામલાઈ?
અન્નામલાઈ ભારતીય પોલીસ સેવા (IPS) ના પૂર્વ અધિકારી રહી ચૂક્યા છે.
-
બાળપણમાં તેમના માતા-પિતાએ તેમનું નામ ‘શિવા સેંથિલ કુમાર’ રાખ્યું હતું.
-
ધોરણ 10 માં સ્કૂલ સર્ટિફિકેટ માટે નામ ખૂબ લાંબુ હોવાથી તેમણે પોતાનું નામ ટૂંકું કરીને ‘અન્નામલાઈ’ રાખ્યું.
-
વર્ષ 2020 માં પીએમ મોદીથી પ્રભાવિત થઈને તેમણે સિવિલ સર્વિસમાંથી રાજીનામું આપ્યું હતું.
-
ત્યાર બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા.
-
માત્ર 37 વર્ષની ઉંમરે તેમને તમિલનાડુ ભાજપના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
ભાજપ સાથે કેમ થયા મતભેદ?
અન્નામલાઈએ અચાનક પાર્ટી કેમ છોડી તેની પાછળ ઘણા મહત્વના કારણો છે.
-
અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી: એપ્રિલ 2025 માં પાર્ટી હાઈકમાન્ડે તેમને પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવી દીધા હતા.
-
ચૂંટણી પ્રચારથી દૂર રખાયા: 2026 ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અને પ્રચારથી તેમને સંપૂર્ણપણે સાઇડલાઇન કરવામાં આવ્યા હતા.
-
નિર્ણયોમાં અવગણના: ઉમેદવારોની પસંદગી, સીટોની વહેંચણી અને ગઠબંધન જેવા મહત્વના નિર્ણયોમાં તેમની અવગણના થઈ હતી.
-
આ બાબતોથી નારાજ થઈને તેમણે ચૂંટણી લડવાનો પણ ઇનકાર કર્યો હતો અને અંતે પાર્ટી છોડવાનો મોટો નિર્ણય લીધો.
< /p>
