ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ફરી ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાની સંસદના સ્પીકર મહોમ્મદ ગાલિબાફે સીધી ચીમકી આપી છે કે જો ઈરાન હોર્મુઝ ની સામુદ્રધુની (Strait of Hormuz) નો ઉપયોગ નહીં કરી શકે, તો વિશ્વના અન્ય કોઈ પણ દેશ માટે ત્યાંથી પસાર થવું અશક્ય બની જશે.
મુખ્ય મુદ્દાઓ:
-
હોર્મુઝ સ્ટ્રેટ બંધ: ઈરાને આ મહત્વપૂર્ણ જળમાર્ગ પર ફરીથી પ્રતિબંધ લાદી દીધો છે.
-
ટ્રમ્પને ધમકી: ડોનાલ્ડ ટ્રમ્પની નિવેદનબાજી બાદ ઈરાને આ આકરું વલણ અપનાવ્યું છે.
-
સીઝફાયરનો અંત: બંને દેશો વચ્ચેનો યુદ્ધવિરામ 22 એપ્રિલના રોજ પૂર્ણ થઈ રહ્યો છે.
-
તેલ સંકટ: વિશ્વના કુલ તેલ પુરવઠાનો પાંચમો ભાગ આ માર્ગ પરથી પસાર થાય છે.
‘અમે નહીં તો કોઈ નહીં’ – ગાલિબાફ
ઈરાની સ્પીકર ગાલિબાફે ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, જ્યાં સુધી અમેરિકા ઈરાની બંદરો પરની નાકેબંધી નહીં હટાવે, ત્યાં સુધી હોર્મુઝ માંથી વ્યાપારી જહાજોને પસાર થવા દેવામાં આવશે નહીં. શનિવારે ઈરાની નૌસેનાએ કેટલાક જહાજો પર ફાયરિંગ પણ કર્યું હતું, જેનાથી સ્થિતિ વધુ વણસી છે.
Iran’s Ghalibaf:
There is no success for me except martyrdom; I am ready to sacrifice both my life and my reputation so that people can attain their rights. pic.twitter.com/gh15fRsWmd
— Clash Report (@clashreport) April 19, 2026
શા માટે આ રસ્તો મહત્વનો છે?
હોર્મુઝ ની સામુદ્રધુની એ વિશ્વની અર્થવ્યવસ્થા માટે કરોડરજ્જુ સમાન છે. જો આ માર્ગ લાંબો સમય બંધ રહેશે, તો વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. પાકિસ્તાન અત્યારે આ મામલે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ બીજી તરફ યુદ્ધની આશંકાઓ પણ પ્રબળ બની રહી છે.
શહાદત માટે તૈયાર: ઈરાની નેતા
પોતાના સંબોધનમાં ગાલિબાફે ભાવુક કાર્ડ રમતા કહ્યું કે, “મારા માટે શહાદતથી મોટી કોઈ સફળતા નથી. લોકોના અધિકારો માટે હું મારો જીવ પણ કુરબાન કરવા તૈયાર છું.” તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન અમેરિકાની શરતો સામે ઝૂકશે નહીં.
