Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમદાવાદ વેસ્ટમાં ડૉ. જ્વેલ વસરાની આગેવાનીમાં AAPની પસંદગી પ્રક્રિયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમદાવાદ વેસ્ટમાં ડૉ. જ્વેલ વસરાની આગેવાનીમાં AAPની પસંદગી પ્રક્રિયા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના પડઘમ વાગી રહ્યા છે. થોડા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. આ બાબતે આમ આદમી પાર્ટી સતત સંઘર્ષ કરીને આજે ગુજરાતની અંદર એક મજબૂત વિકલ્પ તરીકે ઊભરી આવી છે. આજે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પાર્ટી તમામ સીટો પર મજબૂતીથી ચૂંટણી લડવા જઈ રહી છે. આ બાબતે આમ આદમી પાર્ટીની ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ગત 10મી માર્ચથી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ વેસ્ટ ખાતે મહાનગરપાલિકા સીટો માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

કોણ કોણ હતું હાજર ?

આ પ્રક્રિયામાં ડૉ જ્વેલ વસરા મધ્ય ઝોન અધ્યક્ષ,આફતાબ ભાઈ, હિરેન ગોહિલ, નીતિન બારોટ,જતીન પટેલ,યાત્રિક પટેલ વિપુલ પટેલ સહિતના પદાધિકારીઓ જોડાયા હતા. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ પારદર્શક અને લોકશાહી પદ્ધતિથી કરવામાં આવી રહી છે, જેમાં પાર્ટીના કાર્યકરો, પદાધિકારીઓ અને સમર્થકોને પણ ભાગ લેવા તક મળી રહ્યો છે. ગુજરાતના લોકો અને ગુજરાતના યુવાનો ભાજપના શાસનમાંથી મુક્તિ ઈચ્છે છે. આમ આદમી પાર્ટી એક સકારાત્મક વિકલ્પ તરીકે આગળ આવી રહી છે ત્યારે જેને પણ રાજકારણમાં આવવું હોય તે આ પ્રક્રિયામાં ભાગ લઇ શકે છે. આવો સાથે મળીને ગુજરાતને ભાજપના અત્યાચારમાંથી મુક્ત કરીએ અને સાચા અર્થમાં ગુજરાતનો વિકાસ કરીએ.


આમ આદમી પાર્ટી દ્વારા બે તબક્કામાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. પ્રથમ તબક્કામાં જિલ્લા અને લોકસભા સ્તરે આગામી 10મી તારીખથી લઈને 15મી તારીખ સુધી અલગ અલગ જિલ્લાઓ અને લોકસભા વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની સ્ક્રુટિની કમિટીઓ બેઠકો કરશે. તેમાં તમામ દાવેદારો, જેમણે ચૂંટણી લડવા માટે ઇચ્છા દર્શાવી છે, તેઓને મળવામાં આવશે અને સાથે સંગઠનના સાથીઓ સાથે ચર્ચા કરીને પસંદગી પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. ત્યારબાદ પ્રદેશ સ્તરે પ્રદેશ ચૂંટણી કમિટી દ્વારા 16મીથી 18મી તારીખ વચ્ચે તમામ ઉમેદવારના નામો અને ચર્ચાઓ પર વિચાર કરવામાં આવશે. ત્યાર પછી આ તમામ નામો આમ આદમી પાર્ટીની સર્વોચ્ચ સમિતિ પાસે અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવશે. અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોના નામ 20મી માર્ચ પછી જાહેર કરવામાં આવશે અને પાર્ટી તમામ સીટો પર મજબૂત ઉમેદવારો સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે.

સંબંધિત પોસ્ટ્સ

Video/ સંજય દત્તને પાકિસ્તાની ફેને આપી અદભૂત ભેટ: સોનાની પરત ચઢાવેલો iPhone 17 કર્યો ગિફ્ટ, ફોન પાછળની તસવીરે જીત્યા દિલ

praxpatel

ઇશુદાન ગઢવીએ બેટિંગમાં હાથ આજમાવ્યો ! શુ રાજનીતિમાં ચોગા લાગશે કે છગ્ગા !

ANIL PATEL

સીએમ ભુપેન્દ્ર પટેલે ગીરના જંગલ સફારીમાં અસ્સલ સિંહ જોયો !

ANIL PATEL