Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ભ્રષ્ટાચારનું એપી સેન્ટર: માર્ગ અને મકાન વિભાગમાં ‘ગોઠવણ’ અને ‘વહીવટ’નો ખેલ

ભ્રષ્ટાચારનું એપી સેન્ટર: માર્ગ અને મકાન વિભાગમાં 'ગોઠવણ' અને 'વહીવટ'નો ખેલ
  • ગોઠવણ” અને “વહિવટ” થી ખદબદતા માર્ગ અને મકાન વિભાગએ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું છે.
  • રાજ્યના અનેક હાઇવે પર રસ્તાઓની હાલત ખખડધજ ,ખાડાઓનું સામ્રાજ્ય છતાં વાહનચાલકો પાસેથી બેફામ ટોલ ટેક્સ ઉઘરાવા આવે છે
  • “ચંદા દો ધંધા લો” ‘કમલમ-કમીશન- કૌભાંડ’ના ભાજપ મોડલથી નાગરિકો પારાવાર મુશ્કેલીમાં
રાજ્યમાં હલકી ગુણવત્તાના રસ્તાઓ બનતા હોવાના કારણે ચોમાસામાં વરસાદમાં નુકસાન થયેલા અનેક રસ્તાઓ હજુ સુધી સંર્પુંણ રીપેર થયા નથી. સરકાર નવા રસ્તાઓની જાહેરાતો કરે છે પણ રસ્તાઓ બનતા નથી અને બને છે તો નબળી ગુણવત્તાના બને છે.

કમલમ-કમીશન-કૌભાંડ’

ત્યારે ભાજપ સરકારના “ચંદા દો ધંધા લો” કમલમ-કમીશન-કૌભાંડ’ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ-રાજકોટ હાઈવેનું કામ ૨૦૧૮માં બે વર્ષમાં પુર્ણ કરવાની શરતે પુર્ણ કરવાનું હતું તે મુદત પુર્ણ થયાને છ વર્ષ થયા હોવા છતાં કામ પુર્ણ થયેલ નથી. રાજકોટ-જેતપુર હાઈવેમાં ૬૦ કિ.મી. માં ૬૦ ડાયવર્જનના કારણે લાખો વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવું પડે છે, છતાં તંત્ર દ્વારા ટોલટેક્સ વસુલવામાં અવ્વલ છે. ડાયવર્ઝનના રસ્તાઓ પાકા કરવાની જોગવાઈ હોવા છતાં ડામર રોડ બનાવવામાં આવતા નથી. ૩૪ જીલ્લાઓમાં આંતરીક રસ્તાઓની હાલત સુધરતી નથી, માર્ગ અને મકાન વિભાગના સચિવનો જીલ્લાના અધિકારીઓ ઉપર કોઈ જાતનો કંટ્રોલ કે ડર નથી. મહેસુલ વિભાગ કરતાં પણ વધુ ભ્રષ્ટાચાર માર્ગ અને મકાન વિભાગમાં થતો હોવાથી રસ્તાઓની ગુણવત્તા સુધરતી નથી. “ગોઠવણ” અને “વહિવટ” થી ખદબદતા માર્ગ અને મકાન વિભાગએ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું છે.

નાગરિકો ત્રાહિમામ

ધારાસભ્યોને ૧૦-૧૦ કરોડના રસ્તાઓના જોબ નંબર આપવામાં આવે છે તે રસ્તાઓની કામગીરી પણ પાંચ વર્ષ સુધી પુર્ણ થતી નથી. માર્ગ અને મકાન વિભાગના સચિવ પટેલીયા સામે છેલ્લા ઘણા સમયથી અનેક પ્રકારની ફરિયાદો, જુદી જુદી જગ્યાએથી આવેલી છે જેમાં ખરીદી સહિતના જુદા જુદા ટેન્ડરોમાં મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદો હોવા છતાં કેમ કોઈ પગલા લેવામાં આવતા નથી? સંસદસભ્યો અને ધારાસભ્યોને પણ માર્ગ અને મકાન વિભાગમાં રસ્તાઓના કામો માટે સતત ફોલોઅપ કરે છે છતાં પણ કામગીરી થતી નથી. માર્ગ અને મકાન વિભાગની નબળી કામગીરીના કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે છતાં ભાજપના સંસદસભ્યો અને ધારાસભ્યો ચુપ છે. નબળી અને હલકી ગુણવત્તાઓના રસ્તાઓની કામગીરી થાય છે પરંતુ ભાજપના એક પણ ધારાસભ્ય પ્રશ્ન પુછીને સમસ્યાનું નિરાકરણ કરવાના બદલે વાહવાહી કરવામાં રહે છે. માર્ગ અને મકાન વિભાગના મુખ્યમંત્રીશ્રી કાર્યાલયમાંથી અને મંત્રીશ્રીના રેફરન્સથી આવતી નોંધો અંગે પણ ગંભીરતા લેવામાં આવતી નથી તેવી વ્યાપક ફરિયાદ છે, જે દર્શાવે છે કે ભાજપ સરકારમાં અધિકારી રાજ હાવી થઇ ગયું છે અને પ્રજાને ભગવાન ભરોસે છોડી દેવામાં આવી છે. “ચંદા દો ધંધા લો” કમલમ-કમીશન- કૌભાંડ’ ના ભાજપ મોડલથી નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે.
ગુજરાતમાં ૧૭ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૦૩૨ કી.મી. અને ૩૦૦ રાજયધોરી માર્ગ કુલ ૧૯૭૬૧ કી.મી.ના છે જેમાં રાજ્ય ધોરી માર્ગ અને પંચાયત માર્ગની નિર્માણ અને જાળવણી માટેની જવાબદારી રાજ્યના માર્ગ-મકાન વિભાગની છે. ગુજરાતના હાઇવે પર એક વર્ષમાં ૫૪૫૦ કરોડના ટોલ ટેક્સ વસૂલ કરાયો છે, ભરથાણા સૌથી કમાઉ ટોલ પ્લાઝા છે. વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાતના નેશનલ હાઇવેના ટોલ ફી પ્લાઝામાંથી ૫૪૫૦.૨૦ કરોડ રૂપિયાની આવક થઈ છે. આ સ્થિતિએ ગુજરાતમાં આવેલા નેશલ હાઇવે ટોલ ફી પ્લાઝાથી દરરોજ સરેરાશ ૧૪.૯૩ કરોડ રૂપિયાની આવક થાય છે. એટલે કે પ્રતિ મિનિટે ૧.૦૪ લાખ રૂપિયાની લેવડ-દેવડ નેશનલ હાઇવેમાંથી થઈ રહી છે. ગુજરાતમાં તૂટેલા રસ્તાઓ વચ્ચે વાહનચાલકોના ખિસ્સા ખાલી!. રાજ્યના અનેક હાઇવે પર રસ્તાઓની હાલત ખખડધજ,ખાડાઓનું સામ્રાજ્ય છતાં વાહનચાલકો પાસેથી બેફામ ટોલ ટેક્સ ઉઘરાવા આવે છે. ગુજરાતની છેલ્લા ત્રણ વર્ષના આંકડાઓ ઉપર નજર કરીએ તો ગુજરાતમાં વાહન ચાલકોએ ફાસ્ટેગ (FASTag) મારફતે ૧૬,૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધુની રકમ ટોલ ટેક્સ પેટે ચૂકવી દીધી છે.

પ્રતિ દિવસ સરેરાશ ૧૩.૧૪ કરોડ રૂપિયાનો ટેક્સ

ગુજરાતના હાઇવે પરથી પસાર થતા વાહનો હવે રોજના કરોડ રૂપિયા ચૂકવે છે. વર્ષ ૨૦૨૩માં પ્રતિ દિવસ સરેરાશ ૧૩.૧૪ કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવતો હતો, જે ૨૦૨૪માં વધીને ૧૩.૪૪ કરોડ થયો, જ્યારે વર્ષ ૨૦૨૫માં તો આ આંકડો સીધો ૧૭.૫૮ કરોડ રૂપિયા પ્રતિ દિવસ પર પહોંચી ગયો છે. સરળ ભાષામાં કહીએ તો વર્ષ ૨૦૨૩ની સરખામણીમાં વર્ષ ૨૦૨૫માં પ્રતિ દિવસના સરેરાશ માં સીધો ૩૪ ટકા નો વધારો નોંધાયો છે. રિપોર્ટ મુજબ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પરના સેલ્સ ટેક્સ અને વેટ (VAT) પેટે ગુજરાત સરકારને વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૪,૫૮૬ કરોડ રૂપિયાની આવક થઈ છે. વર્ષ ૨૦૨૦-૨૧ની સરખામણીમાં આ આવકમાં પણ ૩૦ ટકાથી વધુનો વધારો થયો છે.આ સમગ્ર અહેવાલ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે, ગુજરાતના નાગરિકો સરકારની તિજોરી ભરવામાં કોઈ કમી રાખતા નથી ટોલ ટેક્સ હોય કે પેટ્રોલ ટેક્સ, આવક સતત વધી રહી છે પરંતુ સવાલ એ છે કે ૧૬૦૦૦ કરોડ જેવી મતદાર રકમ ટોલ પેટે ચૂકવ્યા પછી પણ લોકોને સારા રસ્તા કેમ નથી મળતા? આવક સામે સુવિધા નામે રસ્તાઓ હજુ પણ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે..

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદ: પતિની વિકૃત માંગણીઓથી કંટાળી પરિણીતાનો રિવરફ્રન્ટ પર આત્મહત્યાનો પ્રયાસ, 181 અભયમે ઉગારી

praxpatel

ટ્રમ્પની ટેરિફ વસૂલી પર લાગશે બ્રેક, US સુપ્રીમ કોર્ટે ગણાવ્યો હતો ગેરકાયદે

aminparmar

ઈરાનને મોટો આંચકો: હોર્મુઝની નાકાબંધી કરનાર કમાન્ડર અલીરેઝા તંગસીરીનું મોત

praxpatel