કેનેડા માં વસતા ગુજરાતીઓ સહિત લાખો ભારતીયો માટે એક મોટા અને ચિંતાજનક સમાચાર આવ્યા છે. કેનેડા સરકારે તેના લોકપ્રિય ફેમિલી સ્પોન્સરશિપ પ્રોગ્રામ પર હાલપૂરતી રોક લગાવી દીધી છે. હવેથી ‘પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ્સ પ્રોગ્રામ’ (PGP) હેઠળ નવા અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
કેનેડા સરકારે કેમ લીધો આ મોટો નિર્ણય?
કેનેડાના ઇમિગ્રેશન વિભાગ (IRCC) ના જણાવ્યા અનુસાર, દેશમાં હાલ હાઉસિંગ કટોકટી અને જાહેર સુવિધાઓ પર ભારે દબાણ છે. આ ઉપરાંત, વર્ષ 2020થી અત્યાર સુધીની હજારો અરજીઓ હજુ પણ પેન્ડિંગ છે.
હાલમાં 50,900 જેટલી અરજીઓ પ્રોસેસિંગમાં છે. આ પેન્ડિંગ કામગીરીને ઝડપથી પૂરી કરવા માટે સરકારે નવા ‘ઇન્ટરેસ્ટ ટુ સ્પોન્સર’ ફોર્મ લેવાનું બંધ કર્યું છે.
જૂના અરજદારોને મળશે PR, વર્ષ 2026 નો ટાર્ગેટ
સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે લોકોએ પહેલાથી જ અરજી કરી દીધી છે, તેમની ફાઈલ પર સામાન્ય રીતે કામ ચાલુ રહેશે. કેનેડા સરકારે આગામી વર્ષો માટે PR આપવાનો એક ચોક્કસ લક્ષ્યાંક નક્કી કર્યો છે, જે નીચે મુજબ છે:
હવે કયો વિકલ્પ બચ્યો? ‘સુપર વિઝા’ ની વિગતો
નવા નિયમો બાદ જે લોકો પોતાના માતા-પિતા કે દાદા-દાદીને કેનેડા બોલાવવા માંગે છે, તેમના માટે હવે ‘સુપર વિઝા’ (Super Visa) એકમાત્ર રસ્તો છે. આ વિઝાના મુખ્ય નિયમો નીચે મુજબ છે:
-
રોકાણની મર્યાદા: આ વિઝા હેઠળ માતા-પિતા એકસાથે સળંગ 5 વર્ષ સુધી કેનેડામાં રહી શકે છે.
-
કુલ માન્યતા: આ સુપર વિઝાની કુલ વેલિડિટી 10 વર્ષ સુધીની હોય છે.
-
તબીબી વીમો: અરજદારે ફરજિયાતપણે માન્ય હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો પડશે.
-
આવકની શરત: કેનેડામાં રહેતા સ્પોન્સરે લઘુતમ આવક (Minimum Income) ના નિયમો પૂરા કરવા પડશે.
